May 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-507

(૫) તાળવાના મૂળમાં રહેલ કાકડા ને (ગળાના છિદ્રમાં રહેલ આંચળ જેવો લટકતો ભાગ ને) બેવડો વાળીને,તેને જીભના મદદથી -મસ્તક તરફ જતા છિદ્રમાં દબાવી રાખીને-પ્રાણ ને બ્રહ્મરંઘ્રમાં પેસાડીને-થોભાવી રાખવાથી -પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે (નોંધ-અનુભવી જોડેથી  શીખ્યા વિના -માત્ર વાંચીને આ કરવું હિતાવહ નથી લાગતું!!)
(૬) નિર્વિકલ્પ સમાધિને લીધે,કલ્પનાઓથી રહિત થયેલા-સૂક્ષ્મ હૃદયાકાશમાં-બહારનાં તથા અંદરનાં -સઘળાં "જ્ઞાનો" લીન થઇ જાય છે-ત્યારે પ્રાણ ની ગતિ (આપોઆપ!!) રોકાઈ જાય છે.
(૭) દૃષ્ટિ થી માંડીને-બાર આંગળ સુધીના-નીચેના-આકાશમાં-ચક્ષુ અને મન ને રોકી દેવામાં આવે-
ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.

(૮) "અભ્યાસ" ને લીધે-પ્રાણ-કપાળના (અંદરના) છિદ્રમાં પ્રવેશ કરી,બ્રહ્મરંઘ્ર નામના સ્થાનમાં જઈને
ગલિત જેવો થઇ જાય છે-ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.(અભ્યાસ -શબ્દ-અહી નોંધનીય છે)
(૯) લાંબા કાળના નિરોધને લીધે (નિરોધ ના અભ્યાસ ને લીધે)ચક્ષુ નો ઉપરામ થતાં,અને પ્રાણ બ્રહ્મરંઘ્રમાં
આવતાં,"ભ્રકૃટી"ની વચ્ચેના સ્થાન ની અંદર -ચૈતન્યરૂપ પરમેશ્વર-પોતાના આત્મા-પણે જાણવામાં આવે-
ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે (ખેચરી મુદ્રા ??!!)

(૧૦) ગુરુ કે ઈશ્વરના અનુગ્રહથી,કાક-તાલીય-ન્યાય-પ્રમાણે તરત જ "જ્ઞાન" ઉત્પન્ન થતાં-તરત જ-
ચિત્તના વિકલ્પો શાંત થઇ જાય છે-ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.
(૧૧) મન ને વાસનાઓથી રહિત કરી હ્રદયાકાશમાં (આત્મા-સ્વ-રૂપમાં) લાંબા કાળ સુધી પેસાડી રાખતાં-
આત્મા નો સાક્ષાત્કાર થાય છે-ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.

રામ કહે છે કે-હે મહારાજ,જગતમાં પ્રાણીઓનું હૃદય તે શું કહેવાય છે?
કે જે હૃદય-રૂપી મોટા અરીસામાં આ સઘળું જગત પ્રતિબિંબની જેમ સ્ફુરે છે.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જગતમાં એક સ્વીકારવા યોગ્ય અને બીજું ત્યાગ કરવા યોગ્ય-
એમ પ્રાણીઓનું હૃદય બે પ્રકારનું કહેવાય છે-તેનું વિવેચન હું કહું છું તે તમે સાંભળો.
સાત વેંતથી મપાઈ શકે-એવું છાતીના મધ્ય ભાગમાં જે હૃદય છે તે ત્યાગ કરવા યોગ્ય હૃદય છે.એમ સમજો.
કારણકે તે હૃદય તે દેહના એક પ્રદેશમાં જ રહેલું છે.
જે અખંડ (આત્મ) અનુભવ છે તે-સ્વીકારવા યોગ્ય હૃદય છે-એમ સમજો.

આ હૃદય દેહથી બહાર પણ છે અને દેહની અંદર પણ છે અને બીજી રીતે જોવામાં આવે તો-
દેહાદિ-તો નહિ હોવાને લીધે-એ હૃદય બહાર પણ નથી અને અંદર પણ નથી.(આકાશ-કે આત્મ-રૂપ છે)
આ હૃદય જ મુખ્ય છે અને તેમાં જ આ સઘળું જગત રહેલું છે.
એ હૃદય-રૂપી મોટા અરીસામાં સઘળા પદાર્થો પ્રતિબિંબોની જેમ સ્ફુરે છે.
અને તે જ હૃદય સઘળા અનાત્મ-પદાર્થોના ભંડાર-રૂપ છે.

સર્વ પ્રાણીઓનો જે અખંડ જ્ઞાન-રૂપ આત્મા છે-તે જ સાચું હૃદય છે.
દેહના અવયવોમાં ના એક અવયવ-રૂપ હૃદય કે જે જડ છે અને તે સાચું હૃદય નથી.
ચિત્તને સઘળી વાસના વગરનું કરી એ અખંડ અનુભવ-રૂપ-શુદ્ધ-હૃદય (આત્મા)માં બળાત્કાર થી જોડતાં,
આત્મા નો સાક્ષાત્કાર થાય ત્યારે-પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે (અને ચિત્તની ગતિ જતી રહે છે)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE