May 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-508

હે રામ,અનેક સંકલ્પોથી કલ્પાયેલા,અને અનેક આચાર્યોએ કહેલા "સમાધિઓના ક્રમ" થી,પણ,
પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.
મુમુક્ષુ-પુરુષને અભ્યાસને લીધે-આ સમાધિઓની યુક્તિઓના અભ્યાસને લીધે-
રોગો-વગેરે-કંઈ અડચણ નહિ કરતાં,સંસારને તોડવાના કામમાં ઉપાય-રૂપ થાય છે.
અભ્યાસને લીધે દૃઢ થયેલો-અને-વૈરાગ્ય-રૂપી ચિહ્નો-વાળો આ પ્રાણાયામ (યોગ)
મોક્ષની ઈચ્છાવાળાઓને મોક્ષની પ્રાપ્તિમાં અને સિદ્ધિઓ ઇચ્છવાવાળાઓને સિદ્ધિઓની પ્રાપ્તિમાં ઉપાય-રૂપ થવાથી-સફળ થાય છે.

જેમ,પર્વતમાં થી નીકળેલા પાણી નો ઝરો-દૂર જઈને લીન થાય છે-તેમ -પ્રાણ-એ અભ્યાસને લીધે-
ભ્રકૃટીઓના મધ્યમાં-નાસિકામાં અને તાળવામાં થી થઈને - બ્રહ્મરંઘ્રમાં જઈને શાંત થાય છે.
લાંબા કાળ સુધી-વારંવાર કરેલા અભ્યાસને લીધે-જીભની અણી-તાળવામાં કાકડાને દબાવી રાખે છે-
અને તેથી પ્રાણ સારી રીતે બ્રહ્મરંઘ્રમાં રહે છે.

આ સમાધિઓના -સારી રીતના અભ્યાસથી-જુદીજુદી સિદ્ધિઓ-રૂપ-જુદાંજુદાં ફળ મળે છે.પણ,
નિષ્કામ પુરુષને તો તે તરત જ "શાંતિ-રૂપ" એક જ ફળ આપે છે.કે જે ફળ સિદ્ધિઓથી ઉત્તમ છે.
પુરુષ બીજા કોઈ પ્રકારથી નહિ પણ અભ્યાસથી જ -તે-આત્મારામ-શોક વિનાનો અને
અંદર ભરપૂર સુખ-વાળો થાય છે,માટે અભ્યાસ રાખો.

અભ્યાસને લીધે પ્રાણોની ગતિ બંધ પડતાં મન શાંત થઇ જાય છે.અને મુક્તિ જ અવશેષ રહે છે.
વાસનાઓથી વીંટળાયેલું મન-જન્મ-મરણો આપે છે.અને વાસના-રહિત થયેલું મન મોક્ષ આપે છે.
માટે હવે હે રામ, તમારી જેમ ઈચ્છા હોય તેમ કરો.

પ્રાણની ગતિ થી મનની ગતિ થાય છે અને મનની ગતિથી સંસાર-રૂપી ભ્રમ થાય છે.
માટે પ્રાણની ગતિ રોકાઈને મનની ગતિ બંધ થઇ જાય તો-જ-સંસાર-રૂપી-જવર નાશ પામી જાય છે.
ભેદની ભાવનાનો નાશ થઇ જાય તો પ્રાણીને એ જ પદ અવશેષ રહે છે-કે જેને -ના પહોંચી શકીને -
વાણી તથા સઘળી કલ્પનાઓ પાછી વળે છે.

હે રામ, સઘળું જગત એ પદમાં રહ્યું છે-એથી જ ઉત્પન્ન થાય છે-એ રૂપ જ છે-અને- એ થી જ વીંટાએલું છે.
બીજા પ્રકારથી જોતાં -એ પદમાં જગત મુદ્દલે છે જ નહિ,એથી ઉત્પન્ન થયું પણ નથી-એ રૂપ પણ નથી-અને એના જેવું પણ નથી.જગતના સર્વ પદાર્થો વિનાશી છે,ભેદ-વાળા છે,અને સગુણ છે-એટલા માટે એ પદાર્થોમાંનો  કોઈ પણ પદાર્થ-એ પદના દ્રષ્ટાંત-રૂપ નથી.

તે પદનું અવલંબન કરીને જે મહાત્મા પુરુષ સ્થિર-પણાથી રહે-તે જીવન મુક્ત કહેવાય છે.
જીવનમુક્ત થયેલા પુરુષને સઘળી કામ-ભોગની ઉત્કંઠા ટળી ગયેલી હોય છે,અને-
કોઈ પણ વ્યવહારોમાં હર્ષ-શોક ઉત્પન્ન થતા નથી.

(૭૯) યથાર્થ જ્ઞાન-નામનો ચિત્ત નાશનો બીજો ઉપાય

રામ કહે છે કે-હે મહારાજ,આપે ચિત્તનો નાશ કરવાના બે ઉપાયોમાં -એક "યોગ" નામનો ઉપાય કહ્યો-
હવે મારા પર અનુગ્રહ કરીને "યથાર્થ જ્ઞાન" નામનો બીજો ઉપાય મને કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE