May 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-510

(૮૦) ભોગોમાં સ્પૃહા ન થાય-તેવા પ્રકારનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે રામ, મનની અંદર સર્વદા એક જ વિચારનું અનુસંધાન રાખનારા વિવેકી પુરુષને,પોતાની આગળ રહેલા ભોગોમાં કદી ઈચ્છા થતી જ નથી.
જેમ,બળદ ભાર ઉપાડે છે-તો તે ભાર ઉપાડવાનું દુઃખ બળદને જ થાય,
તેમ છતાં-મનુષ્ય તે ભાર ઉપાડવાના દુઃખને પોતાનું માની લે-
તેમ, આંખ,સારાં-નરસાં રૂપોને જુએ અને તેમ કરવાથી થતાં સુખ-દુઃખો આંખોને જ થાય છે-તેમ છતાં-જીવ (મનુષ્ય) કે જે તે સુખ-દુખોને પોતાનાં માની લે છે-તે કેવળ મૂર્ખતા જ છે.

નેત્રો-જો રૂપમાં દુઃખી થાય તો-તેમાં જીવને શી હાનિ છે? (કોઈ હાનિ નથી)
સેના ની અંદર રહેલો,ધોબીનો ગધેડો,કાદવમાં ખૂંપી જાય-તો તેમાં સેનાપતિ નું શું જાય?

હે અધમ નેત્ર,તું આ રૂપ-રૂપી કાદવમાં લંપટ થા નહિ,આ સ્ત્રી-પુત્રાદિનું સુંદર રૂપ ક્ષણ-વારમાં નષ્ટ થઇ જાય છે,અને તને દુઃખી કરે છે.શુદ્ધ ચૈતન્ય  કે જે,સઘળા અનાત્મ-પદાર્થોને પ્રકાશ કરવા છતાં,અને સઘળા અનાત્મ પદાર્થોમાં વ્યાપક હોવા છતાં અસંગ રહે છે.તે અસંગ-પણાનો જ સૂક્ષ્મ જોનારાએ અભ્યાસ કરવો જોઈએ.

હે નેત્ર,આત્મા સર્વ રીતે સર્વ પદાર્થોનો પ્રકાશ કરવામાં સમર્થ હોવા છતાં,પણ કોઈ પદાર્થ માટે સંતાપ પામતો નથી,અને તું જો દીવાનું અજવાળું હોય તો-કેવળ રૂપનો જ પ્રકાશ કરી શકે છે -તે છતાં કેવળ રૂપને માટે,
આટલો બધો પરિતાપ શા માટે ધારે છે? તું પણ સાક્ષીની પેઠે જ રૂપને જોયા કર.

હે ચિત્ત,આ વિચિત્ર દેખાવો વાળી સૃષ્ટિ,નદીમાં થતા અનેક પ્રકારના ફેરફારો (મોજાં-વમળ વગેરે) જેવી અવ્યવસ્થિત છે,મીથ્યભુત છે,સારી-નરસી અનેક જાતિઓની ખટપટ વાળી છે-અને કેવળ આંખોને જ સ્ફુરે છે,તે છતાં તારે તેની સાથે શું લગતું-વળગતું છે? કે જેને લીધે-તું એમાં લંપટ થાય છે? ને પરિતાપ ભોગવે છે?
જો,ગતિ પામ્યા કરતા,આ ચિત્તમાં,સૃષ્ટિ પોતાની મેળે જ જો સ્ફૂરતી હોય તો ભલે સ્ફુરે,પણ,
હે,અહંકાર,તું શા માટે ઉઠયો છે?

હે ચિત્ત,સૂર્ય-આદિનું અજવાળું અને પદાર્થોનું રૂપ-કે જેઓ સર્વદા જડ છે,અને જડ હોવા છતાં સદા સ્ફૂર્યા કરે છે,તથા,પરસ્પરમાં રહે છે,તેમની સાથે તારે કોઈ સંબંધ નથી,તે છતાં,પણ તેઓને માટે તું શા માટે વ્યાકુળ થાય છે? એ કેવળ તારી મૂર્ખતા જ છે.
ચક્ષુ થી થતો પદાર્થો નો દેખાવ બહાર થાય છે અને તારાથી થતા-સંકલ્પ-આદિ-અંદર થાય છે-
માટે તું અને પદાર્થો ભિન્ન ભિન્ન પ્રદેશમાં (અંદર અને બહાર) રહેવાને લીધે,
તારે અને પદાર્થોને કોઈ સંબંધ નથી-એ વાત સ્પષ્ટ જ છે.

જેમ,મોઢું અને દર્પણ એ પરસ્પર ના સંગ વિનાનાં હોવા છતાં,પણ ભ્રાંતિને લીધે એક જેવાં જણાય છે,
તેમ, પદાર્થો ના દેખાવો (ચિત્ત ના બહારના) અને સંકલ્પ-આદિ (ચિત્તની અંદરના) પરસ્પરના સંગ વિનાના
હોવા છતાં,પણ ભ્રાન્તિને લીધે,સર્વદા ગાઢસંબંધ-વાળા જણાય છે-અને તેનું મૂળ અજ્ઞાન જ છે.
જ્ઞાન થી અજ્ઞાન ગલિત થઇ જાય,તો એ પરસ્પરથી છૂટાં પડી,દુર થઈને અધિષ્ઠાન-રૂપે જ રહે છે.
મનની કલ્પનાથી,પદાર્થોના દેખાવા અને સંકલ્પ-આદિ પરસ્પરની સાથે અત્યંત જોડાઈ ગયા છે.
અને તેથી-તે બંધન આપનાર થાય છે-કે જે અભ્યાસ અને વિચાર-રૂપી યત્ન થી કપાઈ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE