Mar 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-754

માટીમાંથી જે ક્રમે ઘડો ઉત્પન્ન થાય છે તે સ્થિતિ-સત્તા-રૂપ-પરિણામની છે.
એ સતા-રૂપ-પરિણામમાં "પ્રત્યક્ષ પ્રમાણ" સિવાય બીજા કશા "પ્રમાણ"ની જરૂર રહેતી નથી.
દિવસમાંથી જે ક્રમે રાત્રિ ઉત્પન્ન થાય છે-તે સ્થિતિ વિનાશ-પરિણામની છે.
તેમાં એક વસ્તુમાં (રાત્રિમાં) રહેલો (દિવસનો) "અભાવ"  જ મુખ્ય પ્રમાણ-રૂપ છે.

"માટી જડ છે,એટલે તેને (ચેતન ધર્મ નહિ હોવાથી) ઘડો બનાવવાની ઈચ્છા થતી નથી.
તેમ જ રાત્રિને,દિવસ બનાવતો નથી,કારણકે પ્રકાશ દુર થતાં જ દિવસ ચાલ્યો જાય છે.
માટે કાર્ય-કારણ-ભાવ વિના સઘળું આપોઆપ જ ઉત્પન્ન થાય છે.
એટલે આગળ કહેલા સત્તા-પરિણામ કે વિનાશ-પરિણામથી થયેલો "કાર્ય-કારણ-ભાવ" સંભવતો નથી."
એવી  રીતે -સ્વભાવ-વાદીઓ-કાર્ય-કારણ-ભાવનું ખંડન કરે છે-તે યોગ્ય નથી,
કારણકે દરેક વસ્તુમાં કાર્ય-કારણ-ભાવ પ્રત્યક્ષ નજરે આવે છે અને પોતાના અનુભવમાં તે,
આવતાં જતાં -હોવા છતાં પણ તેઓ (સ્વભાવ-વાદીઓ) પોતાના મુખથી જ માત્ર નિષેધ કરે છે

હે રામચંદ્રજી,પ્રત્યક્ષ-પ્રમાણ ની પેઠે અભાવ (અન-ઉપલબ્ધિ) પણ એક પ્રમાણ છે,
જેમ કે,અગ્નિ (ગરમી) નો અભાવ કહેવાથી ઠંડીનું "પ્રમાણ" સર્વ-જનોના અનુભવમાં આવે છે.
"અમુક પદાર્થ ગરમ નથી" એમ કહેવાથી તેનું ઠંડા-પણું આપોઆપ સાબિત થાય છે.

અગ્નિ,ધુમાડા-રૂપ અંશથી વાદળાં-રૂપે બંધાઈ મેઘ-રૂપ થાય છે,
એ વિષયમાં અગ્નિ "સત્તા-રૂપ-પરિણામ"થી સોમનું કારણ જણાય છે.
જયારે,શીતળતાના સાધનથી,અગ્નિ પોતે નાશ પામી જઈને જે વાયુ-ભાવને પ્રાપ્ત થાય છે,
તે,વિષયમાં અગ્નિ,"વિનાશ-પરિણામ" થી સોમનું કારણ છે.
વડવાનળ,સાત સમુદ્રને શોષી લઈને,પાછો,ધુમાડા-રૂપે વાદળાંમાં જઈને મેઘ-રૂપ બને છે,
તેમાં અગ્નિનો અને સોમનો પરસ્પર "કાર્ય-કારણ ભાવ" રહેલો છે.

કૃષ્ણ-પક્ષમાં સૂર્ય,અમાવાસ્યા પર્યંત ચંદ્ર-બિંબનું પાન કરી (તેનું તેજ ખેંચી લઈને)પાછો શુક્લ-પક્ષમાં
તેને બહાર પ્રકાશિત કરે છે-તેમાં પણ અગ્નિ સત્તા-રૂપ-પરિણામથી સોમના કારણ-રૂપ જણાય છે.
તેમ જ -વસંત,ગ્રીષ્મ આદિ ઋતુઓમાં ગરમી-વાળો વાયુ,ભૂમિના રસને પાછો ખેંચી લઈને વર્ષા-ઋતુમાં,
વાદળાં-રૂપે ગઢ બની જઈ,વૃષ્ટિ વડે જગત-રૂપ-શરીરને પોષણ આપે છે,
આમાં અગ્નિ જ સત્તા-રૂપ પરિણામથી સોમનું કારણ ભાસે છે.

અથવા તો-સૂર્યનાં કિરણો-વડે પૃથ્વીનું જળ ખેંચાયાથી તેના (સૂર્યના) કિરણોમાં તે (જળ)નું રૂપ મળે છે,
તેમાં જળ (સોમ) સત્તા-રૂપ-પરિણામથી અગ્નિનું કારણ છે,અને,

સૂર્યનાં કિરણો-રૂપ પરિણામ પામેલા,તે જળમાં શીત-પણાનો નાશ થઇ જઈ,ગરમીના લીધે જે અગ્નિત્વ આવે છે તેટલા અંશમાં જળ, વિનાશ-પરિણામથી અગ્નિનું (ઉષ્ણતાનું) કારણ જણાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE