Mar 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-757

પ્રાણ-ચૈતન્ય-રૂપી-સૂર્યની જે કંઈ ગરમી છે તે અગ્નિ-રૂપ છે અને અપાનનું જે શીતળ-પણું છે-તે સોમ-રૂપ છે.
એ બંને નો જે સ્થળમાં (ચૈતન્ય-આકાશમાં) પરસ્પર મિલાપ થઇ,પ્રતિબિંબની પેઠે તુલ્ય-રૂપતા થઇ જાય છે,
તે સુક્ષ્મ-ચૈતન્યાકાશમાં તમે મનને સ્થિર કરો.
હે રામચંદ્રજી,(જગતમાં) બહાર જેમ સૂર્ય-આદિનું ગ્રહણ જોવામાં આવે છે,
તેમ, શરીરમાં પણ સોમ-સૂર્ય અને અગ્નિનાં ગ્રહણ કલ્પવામાં આવે છે.


જે બહારના (શીતળ) અપાન-વાયુની (સોમની) શીતળતા (અંદરનો) જઠરાગ્નિ (અગ્નિ) ગળી જાય છે,
તે સોમનું (શીતળતાનું) અગ્નિથી ગ્રહણ થાય છે.એમ કહેવાય છે,
અને ,બહારના અપાનવાયુની શીતળતા- જે પ્રાણની (અગ્નિ કે જઠરાગ્નિની) ઉષ્ણતા ગળી જાય,
તે અગ્નિનું (જઠરાગ્નિનું) સોમથી (શીતળતાથી) ગ્રહણ થાય છે,એમ કહેવાય છે,

સૂર્યના (અગ્નિના) ગ્રહણનો ક્રમ તો ઉપર જણાવવામાં આવી ગયો છે.
આ સર્વ ગ્રહણ (પ્રાણ-અપાનનું) થવામાં જે "સુક્ષ્મ કાળ" (સમય) છે,તેને એકાગ્ર મન-વડે તમે જાણનારા થાઓ,
(નોંધ-આ ગોપનીય વાક્યને બરોબર સમજવામાં આવે તો ઘણું સમજી શકાય છે)
કેમ કે પાપ-પુણ્ય-આદિમાં બહારના ગ્રહણના (સૂર્ય-ચંદ્રના) સમયો,ઉપર કહેલ ગ્રહણ પાસે તૃણ જેવા તુચ્છ છે.

હે રામચંદ્રજી,સંક્રાંતિ,ઉત્તરાયણ,દક્ષિણાયન,સંવતસર-આદિ કાળને (સૂર્યના સમયને)
જેમ બહાર (જગતમાં) જાણી શકીએ છીએ,
તેમ,પ્રાણ-અપાન-આદિ દેહ-વાયુઓ (તેમના ગ્રહણ અને કાળને-એટલે કે તેમના સમયને)
વડે જ સઘળું (દેહના) અંદર અનુભવમાં આવવાથી,તેમને (જેમ ઘડો પ્રત્યક્ષ દેખાય છે તેમ) પ્રત્યક્ષ જાણી શકો,
તો જ આ યોગી-પુરુષો ની કથામાં તમે શોભા-વાળા ગણાઓ,
પણ,તેને તમે જાણો નહિ અને બીજા પ્રસંગમાં (વાતોમાં) રસ રાખી તેમાં તમે રોકાઈ જાઓ,
તો તેવી (યોગી-પુરુષો જેવી) શોભા-વાળા તમે ગણાઓ નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE