Nov 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-973

સંકલ્પ વડે કલ્પનામાં આવનાર વસ્તુ-માત્રનો ત્યાગ કરવાથી દિવસે દિવસે વધતી જતી શાંતિ પ્રાપ્ત થઇ જયારે તે,પોતાના શુદ્ધ આત્મ-સ્વરૂપમાં શાંત થાય-એ જ પરમાર્થ-રૂપી-ફળને પ્રાપ્ત કરવામાં યોગ્ય ઉપાય-રૂપ છે.
ભેદ-બુદ્ધિનો લય થઇ જતાં-મળતા એક અભેદ,
સર્વના અધિષ્ઠાન-રૂપ પરમતત્વને જ તત્વવેત્તાઓ "બ્રહ્મ" કહે છે.
સ્ત્રી-પુત્ર-ધન-આદિની ઈચ્છા અને લોકેષણા (લોકોમાં માનપાનની ઈચ્છા) માં વૈરાગ્ય-વાળો,
એવો કોઈ ઉત્તમ પુરુષ જ એ પરમપદમાં વિશ્રાંતિ પામી શકે છે.

દૃશ્ય (જગત) નું "તત્વ" શોધવા જતાં,અધિષ્ઠાન-"ચૈતન્ય" જ તે દૃશ્યના "તત્વ"રૂપે અવશેષ રહે છે,
અને દૃષ્ટા (ઈશ્વર)નું "તત્વ" શોધવા જતાં પણ તેની અંદર રહેલું "ચૈતન્ય"-તત્વ જ અવશેષ રહે છે.
આમ એ બંનેની એકતા-રૂપ ઉત્કૃષ્ટ પરિણામ વડે ખરું (સત્ય)  "જ્ઞાન" થાય છે.
અને આ તત્વજ્ઞાનના સાક્ષાત્કારને પ્રાપ્ત થયેલા એ વિવેકીમાં  "સરળ-સ્થિતિ" સદા (કાયમ) રહે છે.

જ્ઞાન થયા પહેલાં,અવિવેકી દશામાં,બ્રહ્મ-એ "દૃશ્ય-પ્રપંચ" સાથે જ જણાય છે
અને તેનું નિર્ગુણ સ્વરૂપ અનુભવમાં આવી શકતું નથી,તેથી તેનું (તે નિર્ગુણ-નિરાકારનું) ધ્યાન થઇ શકતું નથી,
એટલે જો આવું નિર્ગુણ-સ્વરૂપનું ધ્યાન ના થાય તો તે ધ્યાનનો કંઈ અર્થ (ઉપયોગ) નથી.
બાકી જ્ઞાનને પ્રાપ્ત થઇ ગયેલો પુરુષ પોતાની મેળે સ્વાભાવિક-રીતે પોતાના "સ્વ-રૂપ"નું ધ્યાન ધરી રહે છે.
જે પુરુષનો દૃશ્ય પદાર્થોઓ તરફ અત્યંત વૈરાગ્ય જોવામાં આવે,તે બોધને પ્રાપ્ત થયેલો છે-એમ જ સમજવું,
અવિવેકી પુરુષથી દૃશ્યનો  ત્યાગ થઇ શકતો નથી અને તે જ્ઞાનને પ્રાપ્ત થઇ શકતો નથી.

"દૃશ્ય-દૃષ્ટા-વગેરે સર્વ એક જ ચૈતન્ય-રૂપ છે" એવો જ્ઞાનના લીધે અખંડ-"અપરોક્ષ અનુભવ" રહ્યા કરવાથી,
પોતાની મેળે જ મન વિક્ષેપ વિનાનું થઇ જાય છે અને અખંડ સમાધિની અંદર રહેવાય છે.
મનમાં દૃશ્ય (જગત)નું સ્ફુરણ થઇ આવવું અને વિષયો ગળ્યા (ગમતા) લાગવા એ અવિવેકીઓનો સ્વભાવ છે,
જ્ઞાનીને દૃશ્ય તરફ રુચિ થતી નથી કે વિષયો ગમતા નથી અને કડવા લાગે છે,કેમ કે જેણે બ્રહ્મ-રૂપી અમૃતનું પાન કર્યું હોય છે,તેને બીજી બધી વસ્તુઓ કડવી જ લાગવાથી તે કડવી વસ્તુમાં કદાપિ તેને રુચિ થાય જ નહિ.

તૃષ્ણા-રહિત,વૈરાગ્ય-વાન,અને આત્મ-નિષ્ઠ હોવાથી સર્વ એષણાઓને ત્યજનાર વિવેકી પુરુષને હૃદયમાં કશી ઈચ્છા ન હોવાને લીધે,તેને સહજ-સમાધિ થઇ રહે છે.તૃષ્ણાને લીધે જ સ્વરૂપનું અનુસંધાન(સમાધિ) છૂટી જાય છે.
એટલે જેને મુદ્દલે તૃષ્ણા નથી-તેવો પુરુષ,પોતાના સ્વરૂપના અનુસંધાન (સમાધિ) ને છોડી દઈને,
ક્યાં મનની સ્થિતિ રાખે ?શી રીતે રાખે? અને કોણ રાખે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE