Mar 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1099






વસિષ્ઠ કહે છે કે-તે રાજા અગ્નિશાળામાં વિચારે છે કે-સમાન રીતે થયા કરતા,ધર્મ-અર્થ-કામ વડે મેં આજ સુધી મારું જીવન
ગાળ્યું છે,ને હવે વૃદ્ધ થયો છું.હવે ભોગો મને આનંદ આપી શકતા નથી.આજે જયારે બળવાન અને ભયંકર શત્રુઓ,
ચડી આવ્યા છે અને તેઓ યુદ્ધ ઈચ્છે છે,તો અહીં,અગ્નિદેવને પ્રગટ કરીને મારા મસ્તકની આહુતિ આપી વરદાન માગું,
આમ વિચારી રાજાએ પોતાના મસ્તકની,અગ્નિદેવને (અગ્નિકુંડમાં) આહુતિ આપતાં પહેલાં રાજાએ અગ્નિદેવને વિનંતી
કરી કે-હે અગ્નિદેવ,મારા મસ્તકની આહુતિથી આપ પ્રસન્ન થાવ તો,
બળવાન અને લક્ષ્મીવાન એવા મારા ચાર દેહ આ કુંડમાંથી પ્રગટ થાઓ.

રાજાએ જયારે પોતાના મસ્તકની આહુતિ આપી,એટલે અગ્નિદેવે તેનો હવિ-રૂપે ઉપયોગ કરીને પાછું તેને
ચોગણું કરીને પાછું આપ્યું.અને અગ્નિમાંથી તે રાજા ચાર-દેહે બહાર નીકળ્યો.એમ વિપશ્ચિત રાજા જાણે,
ચાર વિષ્ણુ,કે ચાર વેદ હોય,તેમ અતિ પ્રકાશમય ચાર વિપશ્ચિત રાજા થઇ બહાર નીકળ્યો.

(૧૧૦) વિપશ્ચિતની સેનાનું શત્રુઓ સાથે ઘોર યુદ્ધ

વસિષ્ઠ કહે છે કે-એટલા સમયમાં શહેરની પાસે ચારેય દિશાઓમાં આવી ચડેલા શત્રુઓ સાથે મહાદારુણ યુદ્ધ શરુ થયું.
ક્યાંક ક્યાંક શત્રુઓ નગરને લુંટતા હતા ને પ્રજાઓનો સમૂહ અત્યંત વ્યાકુળ થઇ ગયેલો જણાતો હતો.
નગારાંનો અવાજ,યોદ્ધાઓની ગર્જનાઓ,હાથીઓની ગર્જનાઓ,ઘોડાઓની કીકીયારીઓ વગેરેથી,આકાશ જાણે ભરાઈ
ગયું હતું.વાતાવરણમાં પેદા થયેલ અસંખ્ય ધ્વનિઓથી,કાન જાણે બહેરા થઇ ગયા હોય અને બીજું કશું પણ સંભળાતું
નહોતું.જાણે પ્રલય આવવાનો હોય તેવું તે યુદ્ધનું દૃશ્ય હતું.
(નોંધ-અહીં બહુ વિસ્તારથી આલંકારિક ભાષામાં માત્ર યુદ્ધનું વર્ણન કર્યું છે-જે અહીં લખવાનું ટાળ્યું છે !!)

(૧૧૧) વિપશ્ચિત રાજા પોતે યુદ્ધમાં ઉતર્યો

વસિષ્ઠ કહે છે કે-આમ પ્રલયના જેવો રણસંગ્રામ (યુદ્ધ) પ્રવૃત્ત થઇ રહ્યો હતો અને રણ-આંગણમાં સેનાઓનું જવું-આવવું
થતું હતું.આકાશ, શંખોના,ખડ્ગોના,ધનુષ્યોના,ને તુટતા બખ્તરોના અવાજથી છવાઈ ગયું હતું.
વિપશ્ચિત રાજાની સેના લતાની જેમ કપાવા લાગી,તો કેટલીક સેના નાસવા લાગી કે મૂર્છા પામવા લાગી.
ત્યારે અવાજથી દિશાઓને પૂરી દેનારો,રાજાનો યુદ્ધમાં ચડવાનો દુંદુભિનો ડંકો વાગ્યો.
અને તે વિપશ્ચિત રાજા પોતાના ચારે દેહો વડે ચાર દિશામાં જઈને યુદ્ધમાં ઉતર્યો.

રણની અંદર ઉભેલા શત્રુ-સૈન્ય-રૂપી-સમુદ્રને જોઈ રાજાએ મનમાં વિચાર કર્યો કે-હું આનું અગસ્ત્યમુનિની જેમ પાન કરી
જાઉં.અને તેણે વાયવ્યાસ્ત્રનું સ્મરણ કરી ચારે દિશાઓ તરફ સાધ્યું.પછી શત્રુ-રૂપી-તડકાને શાંત કરવા માટે
પર્જન્યાસ્ત્ર સાધ્યું.ચારે દિશાઓમાં એ બે-બે અસ્ત્રો મુક્યાં એટલે તે આઠ-રૂપે થઇ રહેલા અસ્ત્રોમાંથી બાણની જાણે
અસખ્ય નદીઓ વહેવા લાગી.રાજાનાં,બીજાં પણ અસ્ત્રોની વૃષ્ટિ થવાથી,શત્રુઓનો સૈન્ય-સાગર જાણે કશા પણ
વિલંબ થયા વિના ધૂળના ઢગલાની જેમ ચારે બાજુ ઉડીને ક્યાંય જતો રહ્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE