Aug 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1226

વસિષ્ઠ કહે છે-જગતની અંદર જે પરમાણુ પ્રસિદ્ધ છે,તેના જેવડું જ ચિત્તનું પ્રમાણ છે.અને તે જ 'જીવ' કહેવાય છે.
અને તે જીવોના ચિત્તની અંદર જ આ આખું જગત રહેલું છે.સ્વપ્નમાં દેખાતા દૃશ્યની જેમ,આ જે કંઈ દૃશ્ય દેખાય છે
તે ચિત્ત-રૂપ છે અને તે ચિત્ત જીવરૂપ છે,તેથી જગત અને આત્મા-એ બંનેમાં શો ભેદ છે?
સ્વપ્ન ભૂમિની જેમ આ સર્વ જગત ચિદાકાશની અંદર (ચૈતન્યની) આરોપિત સત્તા વડે રહેલું છે.
સમાનતા,સત્યતા,સત્તા,એકતા,નિર્વિકારપણું,આધાર-આધેય ભાવ- એ બધું જગત અને ચિદાકાશ એ બંનેમાં રહેલું છે.
ભિન્ન લાગતા એવા વર-શાપ આદિમાં વ્યવહારિક રીતિથી ભિન્નતા લાગે છે પણ વસ્તુતઃ તેમાં ભિન્નતા નથી.

રામ કહે છે કે-વર-શાપ સંબંધી વસ્તુનો જે અનુભવ થાય છે-તેમાં કાર્ય-કારણ ભાવ શો છે?
અને કેવા પ્રકારનો છે? કેમ કે ઉપાદાન-કારણ વિના કોઈ પણ જાતનું કાર્ય થવું સંભવતું જ નથી.

વસિષ્ઠ કહે છે-જેમ જળની સ્ફૂર્તિ થતાં સમુદ્રની અંદર રહેનાર તેની ચકરીઓનું ચલન થાય છે,તેમ તત્વજ્ઞાનથી
અતિ નિર્મૂળ થઇ ગયેલ ચિદાકાશ,સત્ય-સંકલ્પને અનુસરીને જે કંઈ વિવર્ત-રૂપે રહે છે-તે જગત કહેવાય છે.
સમુદ્રમાં ઉછળતા જળની જેમ,વિધાતાના પોતાના આત્મ-ચૈતન્યમાં અનેક ભાવો ઉઠ્યા કરે છે અને
તે વાસ્તવમાં ચિદ્રુપ (ચિદ-રૂપ) જ છે.બુદ્ધિશાળી વિદ્વાનો તેનાં 'સંકલ્પ'-આદિ નામો 'કલ્પી' લે છે.
તત્વજ્ઞ પુરુષ પોતે જે કંઈ દેખે છે તે સર્વ સંકલ્પ-માત્ર ને પોતાના શાંત આત્માનો એક વિવર્ત છે-એમ સમજે છે.
વળી પરમાર્થ-દૃષ્ટિથી જોતાં પોતાનાથી કંઈ પણ ભિન્ન નથી એમ સમજે છે.

હિરણ્યગર્ભરૂપ,પરમાત્મારૂપ,પોતાના સંકલ્પરૂપ -આ જગતની અંદર વર-શાપ-આદિ (ભિન્નતા)ને
તે (તત્વજ્ઞ) પોતાનાથી અભિન્ન અને સત્ય જ સમજે છે.
જેમ,પોતાના સંકલ્પનગરમાં,કલ્પનાના બળથી રેતીમાં પણ તેલ નીકળે છે,તેમ,આત્મા-રૂપ ને આવરણથી રહિત
હિરણ્યગર્ભ (બ્રહ્મા)ના સંકલ્પબળથી સૃષ્ટિના સંકલ્પો વડે વર-શાપ-આદિ બરાબર સિદ્ધ થાય છે.
જ્યાં સુધી બુદ્ધિનું આવરણ ખસી જતું નથી ત્યાં સુધી ભેદ-બુદ્ધિ શાંત થતી નથી.
એટલે અવિવેકીઓના ભેદ ભરેલ સંકલ્પો (વર-શાપ આદિ ) સિદ્ધ થતા નથી.

હિરણ્યગર્ભને જે કલ્પના જેવા પ્રકારે દૃઢ થઇ ગઈ છે તે જ્યાં સુધી (યત્નથી) બીજી કોઈ કલ્પના વડે પરાવર્તનને
પ્રાપ્ત થતી નથી,ત્યાં સુધી તે તેવી (પહેલી કલ્પના મુજબની) જ રીતે આજ પર્યંત રહી છે.
જેવી રીતે સત્વ-તત્વની અંદર વિચિત્ર અવયવોનો ક્રમ અભિન્ન સત્તાથી રહ્યો હોય છે,
તેવી રીતે,નિરવયવ બ્રહ્મની અંદર,અભિન્ન સત્તાથી દ્વિત્વ-એકત્વ-આદિ રહેલું છે.

રામ કહે છે કે-આવરણરહિત શુદ્ધ જ્ઞાનથી સાવ શૂન્ય એવા ધાર્મિક ઉગ્ર તપસ્વીઓ વગેરે શાપ આદિને
કેમ આપે છે? ને તે સત્ય કેમ થાય ? તે વિષે આપ કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE