Aug 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1243

રામ : હે મહારાજ,આવી રીતે આપણા બોધ વડે આ જગત સ્વપ્નના જેવું ભાસે છે-એમ હું સમજી ગયો છું,
છતાં આ જગત-રૂપી-સ્વપ્ન-યક્ષ ગ્રહની જેમ નડ્યા કરે છે તેની ચિકિત્સા કેવી રીતે થાય?

વસિષ્ઠ : આ સંસાર-રૂપી સ્વપ્નનું શું કારણ છે? તેનો વિચાર કરો,
કેમ કે કાર્યથી કારણ કાંઇ ભિન્ન નથી.એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે.

રામ : સ્વપ્નમાં થતા પદાર્થોના અનુભવોનું કારણ 'ચિત્ત' જ છે અને તેને લીધે સ્વપ્ન-સૃષ્ટિના પદાર્થો
મનોમય કહેવાય છે.જગત આદિ-અંતથી રહિત છે.અધિષ્ઠાન દૃષ્ટિથી જોતાં તે નિર્વિકાર રૂપ છે
અને આરોપિત દૃષ્ટિથી જોતાં તે નિઃસાર છે.

વસિષ્ઠ : હે રામચંદ્રજી,ચિત્ત એ એક બહિર્મુખ થયેલો ચિદાત્મા જ છે.તેથી એ ચિત્ત ચિદેકરસ-રૂપ હોવા છતાં,
તે જ જાણે જગતના આકારે થઇ રહ્યું હોય તેમ સિદ્ધ થાય છે.બાકી સ્વપ્ન આદિ તેનાથી ભિન્ન નથી.

રામ : જેમ,શાખા આદિ અવયવોનું અને વૃક્ષ-રૂપ અવયવોનું ઐક્ય છે અને સાથેસાથે
તેમાં ભેદનો અવકાશ પણ રહેલો છે,તેમ,ચિત્ત અને જગત એ બંનેમાં ભેદ અને અભેદ -એ બંને છે
અને તેથી નિરવયવ બ્રહ્મમાં સમષ્ટિ-ચિત્તની એકતા થવી ઘટિત છે.

વસિષ્ઠ : તમારી આ કલ્પના સંભવતી નથી કેમ કે વિચાર કરીએ તો પ્રથમ કારણના અભાવે જગત ઉત્પન્ન જ
થયું નથી.એથી સર્વ જન્મ-જરા આદિ વિકારથી રહિત તે સર્વ એકરસ-શાંત-બ્રહ્મ-રૂપ જ છે.

રામ : પરબ્રહ્મની અંદર સૃષ્ટિ આદિનો ભ્રમ,તેના અંત-આદિનો ભ્રમ,ભ્રાંતિ,દૃષ્ટા-પણું અને ભોક્તા-પણું,
ઇત્યાદિ કાકતાલીયની જેમ ખડાં થઇ રહેલાં છે એમ હું માનું છું.

વસિષ્ઠ : આ સંસારમાં પામર-દૃષ્ટિ,યૌકિતક-દૃષ્ટિ અને તત્વ-દૃષ્ટિ-એમ ત્રણ પ્રકારની દૃષ્ટિઓ છે.
તેમાં પાછળની બે દૃષ્ટિઓથી આગળની એક દૃષ્ટિનો વ્યાઘાત (નાશ) થઇ જાય છે.
હવે સારમાંથી પણ અત્યંત સારનું મંથન કરી તેને સમજવામાં શક્તિમાન તથા પ્રમાણ-પ્રમેય-આદિની
પરીક્ષા કરવામાં કુશળ એવા પુરુષોની ચપળ વ્યાપાર-વાળીજે કંઈ દૃષ્ટિ છે,તે યૌકિતક દૃષ્ટિ છે,
તો બીજી જીવનમુક્ત પુરુષોમાં પ્રસિદ્ધ એવી તત્વ-દૃષ્ટિ છે.

તે દૃષ્ટિ સર્વ વિચાર,શાસ્ત્રનું શ્રવણ-મનન-નિદિધ્યાસન-એ સર્વથી સિદ્ધ થયેલ પરમ તત્વના અર્થના
અપરોક્ષ નિરૂપણ વાળી છે.આ બંને દૃષ્ટિનો અવલંબ (આધાર) રાખી,મેં અહી જગતનું વર્ણન કરેલું છે.
વસ્તુતઃ તો આ સર્વ દૃષ્ટિઓ પણ નથી,જીવો પણ નથી,જગતની શૂન્યતા પણ માંથી અને ભ્રમ પણ નથી.
એક નિત્ય અપરોક્ષ બ્રહ્મ-રૂપ જ સર્વ વસ્તુ છે,તેમાં જ અધિકારી જીવોની જે પ્રકારે સ્થિતિ થઇ જાય છે,
તે પ્રકારે,તેનું અહીં વર્ણન કરવામાં આવેલું છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE