Oct 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1271

(૨૦૭) પ્રશ્નોનું સમાધાન

વસિષ્ઠ કહે છે કે-તમને સ્પષ્ટ રીતે સમજાય તેવી રીતે હું તમને કહું છું તે તમે સાંભળો.કે જેનાથી તમારા સર્વ સંદેહો
નિર્મૂળ થઇ જશે.આ સર્વ જગતના ભાવો સદૈવ અસદરૂપ છે અને સદૈવ સદરૂપ પણ છે,કેમ કે જેવી દૃઢ સંકલ્પની
સ્ફૂર્તિ હોય છે,તેવી જ તેમની સ્થિતિ હોય છે.ચિદાત્મા અમુક જ પ્રકારનો છે એવી દૃઢ ભાવના જ્યાં થાય છે ત્યાં તે
તેવા જ પ્રકારનો થઇ જાય છે,પછી ભલે તે અસદરૂપ હો કે સદરૂપ હો.તેથી તે વિષે કંઈ જોવાનું નથી.
ચિદાત્માનો આવો અચિંત્ય શક્તિવાળો સ્વભાવ જ છે.તે ચિદાત્મા (ભ્રાંતિ એક અધ્યાસ વડે)  પ્રથમ તો
એક દેહને જ આત્મા-રૂપ સમજે છે અને દેહના ધર્મોને પોતાનામાં આરોપી લે છે.

મનુષ્યો સ્વપ્ન અને જાગ્રતમાં દેહને અનુભવનાર ચિદાત્માને જ અનુભવે છે.બાકી દેહ કે જે ચેતનરૂપ જણાય છે,
તે કંઈ તેનો પોતાનો ખાસ ધર્મ નથી.આમ કોઈ ભ્રાંતિજ્ઞાન જ શરીરના આકારે પ્રતીતિમાં આવે છે.
બાકી શરીર એ બીજી કોઈ વસ્તુ નથી.જેમ સ્વપ્નમાં અવશ્ય આશ્રય કરવા યોગ્ય અને સ્વપ્નને અનુભવનાર
ચિદાત્મા જ એવા સ્વપ્નના આકારે (વિવર્ત-રૂપે) ભાસે છે,તેમ, સૃષ્ટિના આરંભકાળમાં સર્વ કારણના અભાવને
લીધે ચિદાકાશ જ જગતના આકારે ભાસે છે.જગતનું સ્વપ્ન કરતાં શું જુદાપણું છે? એ બંને સમાન જ છે.

બ્રહ્મ એવી સંજ્ઞા (નામ) ને ધારણ કરી રહેલી જે નિર્મળ ચિદાકાશ છે તે જ આ જગતના આકારે ભાસે છે,
તો પછી જગતની ચિદાકાશથી કેવી રીતે જુદાઈ હોઈ શકે?
આવી રીતે 'તે અવિકારી (નિર્મળ) બ્રહ્મ પોતે જ જગતની સ્થિતિને ધારણ કરી રહેલ છે'
તેમ મહાશાસ્ત્રો વડે વિચાર કરતાં શુદ્ધ-રૂપે તે અનુભવાય છે.વળી આ જ વાત મેં અહીં કહેલી છે.

સર્વ પ્રાણીઓની બુદ્ધિમાં દૃઢ અનુભવ વડે રૂઢ થયેલી (જગતની સ્થિતિ),સત્તા-રૂપે સર્વત્ર પૂર્ણ અને
મહાત્માઓએ અનુભવથી કહેલ-એવા જગતના ચિન્માત્રપણાનો નિષેધ કરીને જે મૂઢ પુરુષો,
અંધારા કુવામાં પડેલા દેડકાની જેમ,મોહના બળથી,માત્ર વર્તમાન અનુભવને જ પ્રમાણ-રૂપ ગણે છે,
અને આત્માનું (ચૈતન્ય-સ્ફૂર્તિનું)કારણ જડ-શરીર છે-એવા પ્રકારના મોહને ધારણ કરી લે છે,
તેઓ અવિવેકી અને ઉન્મત્ત છે.

કેમ કે તેઓ પૂર્વાપરના વિચારને છોડી દઈને વર્તમાન-માત્રને બતાવનાર પ્રત્યક્ષ (જગત)ને જ,
પશુની જેમ પોતાની બુદ્ધિથી વળગી રહે છે.પરંતુ વેદોને અને તત્વજ્ઞ પુરુષોને જો તમે પૂછશો તો તે,
મારી જેમ જ પોતાના અનુભવ-યુક્ત વિચારો જણાવશે.કે જેથી સંશયોનો ક્ષય થઇ જાય છે.
"જો ચૈતન્ય જ શરીર-રૂપ હોય તો ચૈતન્યની સર્વવ્યાપક્તાને લીધે શબ શા માટે ઉઠતું નથી?"
એવી જેને શંકા થતી હોય,તો તેવા મૂઢ-મનુષ્યો માટેનો ખુલાસો હવે કહું છું.તે સાંભળો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE