Nov 15, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-016

 પૌલોમ-પર્વ 

અધ્યાય-૪-કથા પ્રવેશ

-गद्य-

लोह्मर्षणपुत्र उग्रश्रवाः सौतिः पौराणिको नैमिषारण्ये शौनकस्य कुलपतेर्द्वाद्वशवार्षिके सत्रे ऋषीनभ्यागतानुपतस्थे II १ II 

લોમહર્ષણ સૂતના પુત્ર (સૂતજી),પૌરાણિક ઉગ્રશ્રવા,નૈમિષારણ્યમાં,કુલપતિ શૌનકના બાર વર્ષના સત્રમાં પધારેલા ઋષિઓની સેવા કરતા હતા,તેમણે ઋષિઓને પૂછ્યું કે-'આપ શું સાંભળવા ઈચ્છો છો?હું શી વાત કહું?'

ઋષિઓ બોલ્યા-'આપ ઉત્તમ કથાઓ અમને કહો,કુલપતિ,શૌનક અત્યારે અગ્નિશાળામાં હોમ કરે છે,

તેઓ દેવો,અસુરો,મનુષ્યો,નાગો અને ગંધર્વો સંબંધી સર્વ કથાઓ સારી રીતે જાણે છે,તે વિદ્વાન છે,

શાસ્ત્ર અને આરણ્યકમાં ગુરુરૂપ છે,તેમ જ સત્યવાદી,શમપરાયણ,તપસ્વી,નિયતવ્રતી છે,

તે સર્વને માન્ય છે,આથી તેમની આવવાની વાટ જોઈએ,તે આસન પર વિરાજે પછી તે,દ્વિજોત્તમ,

આપને  જે પૂછે તે વિષે આપ કહેશો.સૂતજી બોલ્યા-'ભલે તેમ જ કરીએ'


પછી,પોતાનાં સર્વ કાર્ય વિધિપૂર્વક પતાવીને,કુલપતિ શૌનક ત્યાં આવ્યા,અને આસન પર વિરાજીને 

આ પ્રમાણે બોલ્યા (1-12)

અધ્યાય-4-કથા પ્રવેશ-સમાપ્ત 


અધ્યાય-૫-ભૃગુવંશ અને અગ્નિસંવાદ 

II शौनकउवाच II पुराणमखिलं तात पिता तेऽधीतवान पुरा I कच्चित्वमपि तत्सर्वमधीपे लोमहर्षणे II १ II 

શૌનક બોલ્યા-'હે તાત,તમારા પિતા પૂર્વે,સમસ્ત પુરાણ ભણ્યા હતા.તમે પણ એ બધું ભણ્યા છો ને?

કેમ કે પુરાણમાં જે દિવ્ય કથાઓ અને બુધ્ધિમાનોના આદિવંશોનાં વર્ણન કર્યાં છે તે અમે,પૂર્વે,

તમારા પિતાના મુખેથી સાંભળ્યાં છે,એમાં પ્રથમ ભાર્ગવ વંશ સાંભળવા અમે તત્પર છીએ,તો તે કહો'


સૂતજી બોલ્યા-પૂર્વે,વૈશંપાયન-આદિ મહાત્માઓએ જેનું રુડી રીતે અધ્યયન કર્યું હતું,મારા પિતાએ તેનું શિક્ષણ લીધું હતું અને તેમની પાસેથી, હું જે યથાવિધિ શીખ્યો છું,તેમાં.હે ભૃગુનંદન,ભાર્ગવ વંશ શ્રેષ્ઠ છે.

સ્વયંભૂ બ્રહ્માએ વરુણના યજ્ઞમાં,મહર્ષિ ભૃગુને અગ્નિમાંથી ઉત્પન્ન કર્યા હતા,એમ મેં સાંભળ્યું છે.

ભૃગુને 'ચ્યવન' ભાર્ગવ નામે પ્રિય પુત્ર હતો,ચ્યવનને પ્રમતિ,પ્રમતિને (ધૃતાચીમાં) રુરુ,રુરુને (પ્રમદ્વરામાં) 

તમારા પૂર્વપિતામહ 'શુનક' જન્મ્યા હતા કે જે વેદમાં પારંગત અને બ્રહ્મવેત્તા હતા.(1-11)


શૌનક બોલ્યા-'તે મહાત્મા ભૃગુપુત્રનું 'ચ્યવન' નામ કેમ કરીને પ્રસિદ્ધ થયું હતું?તે મને કહો'

સૂતજી બોલ્યા- ભૃગુને પુલોમા નામની વિખ્યાત અને અતિપ્રિય પત્ની હતી,ભૃગુથી તેને ગર્ભ રહ્યો હતો,

એકવાર ભૃગુઋષિ સ્નાન માટે બહાર નીકળાય હતા ત્યારે પુલોમા નામે એક રાક્ષસ તેમના આશ્રમમાં આવી પહોંચ્યો,ને સુંદર ભૃગુપત્નીને જોઈ કામાતુર થઈને ભાન ભૂલી ગયો.અને તેનું હરણ કરવાની ઈચ્છા કરી,

(નોંધ-ભૃગુઋષિની પત્ની પુલોમા બાળક હતી ત્યારે તેના પિતાએ તેને રડતી જોઈને બીક દેખાડી છાની રાખવા કહ્યું હતી કે-

'હે રાક્ષસ આને લઇ જા' આમ બોલતા જ રાક્ષસ પુલોમાએ તેને ભાર્યા તરીકે સ્વીકારી હતી,એથી વચનથી તે આપેલી ગણાય)


પણ,ત્યારે તેણે,અગ્નિશાળામાં આંગણીને બળતો જોયો,એટલે તે અગ્નિને,તે રાક્ષસે પૂછ્યું કે-

હે અગ્નિ કહો કે આ કોની ભાર્યા  છે? આને તો હું પ્રથમથી જ વર્યો હતો,પણ પાછળથી તેના જુઠ્ઠા પિતાએ ભૃગુને પરણાવી દીધી,ભલે આ ભૃગુની ભાર્યા હોય પણ,ક્રોધનો માર્યો,હું,તેને,આ આશ્રમમાંથી હરી જવા ઈચ્છું છું.

તમે મને સત્ય કહો કે -આ મારી ભાર્યા  છે,ને પછી હું આ ભૃગુ પત્નીને હરી જઈશ.


સૂતજી કહે છે કે-રાક્ષસનું આવું વચન સાંભળી,અગ્નિ દુઃખ પામ્યો,એક બાજુ અસત્યથી તો.

બીજી બાજુ ભૃગુના શાપથી ભય પામ્યો,પછી ધીરેથી તેને કહ્યું કે-(12-30)


અગ્નિ બોલ્યો-આ પુલોમા,માત્ર વચનથી તને આપી હતી,પણ ભૃગુએ મારી (અગ્નિ) સાક્ષીથી.વેદોક્ત ક્રિયા દ્વારા તેનું પાણિગ્રહણ કર્યું છે.પણ,હા,આ એ જ સ્ત્રી છે,એટલે હું અસત્ય નહિ બોલું (31-34)

અધ્યાય-5-ભૃગુવંશ અને અગ્નિ સંવાદ-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE