Jan 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-073

 
અધ્યાય-૭૯-શુક્રાચાર્ય અને દેવયાનીનો સંવાદ 

II शुक्र उवाच II यः परेपां नित्यमतिवादां स्तितिक्षते I देवयानि विजानीहि तेन सर्वमिदं जितम् II १ II

શુક્ર બોલ્યા-હે દેવયાની,જે મનુષ્ય,નિત્ય,પરકાઓની નિંદા સહી લે છે તેણે,આખું જગત જીત્યું છે એમ જાણ.

જે ઉછળતા ક્રોધને,ઘોડાની જેમ કાબુમાં રાખે છે,તેને જ સંતો સાચો સારથી કહે છે,નહી કે માત્ર લગામોને 

ઝાલી રાખનારને.ઉછળેલા ક્રોધને,અક્રોધથી જે કાબુમાં રાખે છે,તેણે આ જગત જીત્યું છે એમ જાણજે.

જેમ,સાપ પોતાની જીર્ણ થયેલી કાંચળીને ત્યજી દે છે,તેમ,જે ઉછળેલા ક્રોધને ક્ષમા વડે ટાળે છે,તે જ પુરુષ 

કહેવાય છે.જે નિંદા સહી લે અને જે સંતાપિત થયા છતાં કોઈને સંતાપ અપાતો નથી,તે દૃઢ પુરુષાર્થને પ્રાપ્ત 

થાય છે.જે મહિને મહિને સો વર્ષ સુધી પિતૃયજ્ઞો કરે અને જે,કદી કોઈને વિશે એ ક્રોધ કરતો નથી,

તે બંનેમાં ક્રોધ ન કરનારો જ ચડિયાતો ગણાય છે.અજ્ઞાન બાળકો,જે વેર કરે છે,તેનું ડાહ્યા મનુષ્યોએ 

કદી પણ અનુકરણ કરવું જોઈએ નહિ,કેમ કે બાળકો બળ ને અબળ ને જાણતા નથી (1-9)


દેવયાની બોલી-પિતાજી,હું બાળા છું,તો યે,ધર્મના અંતરને સમજુ છું.અક્રોધ અને ક્રોધના બળાબળને પણ 

સમજુ છું,પણ,શિષ્ય હોવા છતાં,જેમનું આચરણ શિષ્યને યોગ્ય નથી,તેમના પ્રત્યે ક્ષમા ન જ રાખવી જોઈએ.

ચારિત્ર્યહિનોમા રહેવું મને રુચતું નથી,જે મનુષ્યો,ચારિત્ર્ય અને કુલીનતા વિશે નિંદા કરે છે,

તે પાપી બુદ્ધિવાળાઓમાં,ધાયા મનુષ્યે વસવું જ જોઈએ નહિ.

પણ,જેઓ,ચારિત્ર્ય અને કુલીનતા વિશે જાણકાર છે,તેવા સાધુઓ વચ્ચે જ વાસ કરવો શ્રેષ્ઠ કહેવાયો છે.


જેમ,અગ્નિની ઇચ્છવાળો,અરણીને માથે છે,તેમ,શર્મિષ્ઠાની દુષ્ટ અને મહાભયંકર વાણી,

મારા હૃદયને મથી રહી છે.હું જાણું છું કે,ત્રણે લોકમાં આથી વિશેષ દુષ્કર એવું કંઈ જ નથી.

જે ધનહીન મનુષ્ય,શત્રુની ઝગમગતી લક્ષ્મીને ઉપાસે છે,તેના માટે તો મારાં જ મંગલ છે,

એમ વિદ્વાન મનુષ્યઓ જાણે છે.(8-13)

અધ્યાય-79-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE