Jan 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-074

 
અધ્યાય-૮૦-શર્મિષ્ઠા દેવયાનીની દાસી થઇ 

II वैशंपायन उवाच II ततः काव्यो भृगु श्रेष्ठ: समन्पुरुषगम्य ह I वृषपर्वाणमासीनमित्युवाचाविचारन  II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,ભૃગુશ્રેષ્ઠ કવિપુત્ર શુક્ર,વૃષપર્વા પાસે ગયા,ને  સહસતાથી જ તેને કહેવા લાગ્યા કે-

હે રાજન,અધર્મ કર્યો હોય,તો તે ગાયની જેમ તરત જ ફળતો નથી,તે તો આવર્તન પામીને (વધીને) ધીરેધીરે અધર્મ કરનારનો મૂળથી નાશ કરે છે.જેમ,ઠાંસીને ખાવાથી પેટને પીડા થાય જ છે,તેમ,પાપ પણ ચોક્કસ ફળ આપે જ છે.

કદાચ પોતે,પોતાના કરેલ પાપને જોઈ શકે નહિ,પણ તે પાપનું ફળ તો મળે જ છે ને દેખાય છે.

હે રાજન,મારા ઘરમાં રહેલ,ધર્મજ્ઞ,નિષ્પાપ અને સેવાપરાયણ બ્રાહ્મણ,બૃહસ્પતિપુત્ર કચને તમે મારી 

નાખ્યો હતો,ને મારી પુત્રીને પણ તમે (શર્મિષ્ઠાએ) મારવાનો પ્રયત્ન કર્યો છે,તેને લીધે,હું તને,

તારા બાંધવો સહિત ત્યજી દઉં છું.હું તારા દેશમાં રહી શકું તેમ નથી,તું તારી જાતનો દોષ જોતો નથી 

ને મારી ઉપેક્ષા કરીને શું તું મને મિથ્યા બડબડાટ કરનારો સમજે છે? (1-7)


વૃષપર્વા બોલ્યો-હે ભાર્ગવ,આપનામાં ધર્મ ને સત્ય છે,આપ પ્રસન્ન થાઓ,આપ અમને છોડીને અહીંથી 

ચાલ્યા જશો,તો અમે દરિયામાં ડૂબી મરશું,કેમ કે આપના સિવાય અમને બીજું કોઈ શરણ નથી.


શુક્ર બોલ્યા-હે રાજન,તમે અસુરો,ભલે,સાગરમાં ડૂબો કે આકાશમાં અટવાઓ,પણ હું મારી પુત્રીનું અપ્રિય નહિ જ સહી શકું.કેમ કે તે મને ઘણી વહાલી છે.તેનામાં જ મારુ જીવન રહ્યું છે,તેને પ્રસન્ન કરો (એ જ ઉપાય છે)

જેમ ઇન્દ્ર (દેવો) નો બૃહસ્પતિ છે તેમ,તમારો (અસુરોનો) હું યોગક્ષેમ (જીવનનિર્વાહ) કરનારો છું.


વૃષપર્વા બોલ્યો-હે ભાર્ગવ,આ ભૂમંડળમાં અસુરોની જે કંઈ સંપત્તિ છે,જે કોઈ હાથી,ઘોડા અને 

ગાય-આદિ છે તેના,તેમ જ મારા (મારી જાતના) પણ આપ સ્વામી છી (8-11)

શુક્ર બોલ્યા-હે મહાઅસુર,દૈત્યોની જે કંઈ સંપત્તિ છે.તેનો જો,હું અધીશ્વર હોઉં,તો દેવયાનીને પ્રસન્ન કરો.

ત્યારે વૃષપર્વા બોલ્યો કે 'ભલે તેમ જ હો,હું દેવયાનીને પ્રસન્ન કરીશ'

પછી,દેવયાનીને,શુક્રાચાર્યે,વૃષપર્વા સાથે થયેલી સર્વ વાત કહી.


દેવયાની બોલી-હે પિતા,રાજાની સંપત્તિના તમે જ સ્વામી છો,એ હું જાણતી નથી,એટલે રાજા પોતે જ તે મને કહે'

દેવયાની અને શુક્રાચાર્ય ફરીથી વૃષપર્વા પાસે ગયા,ત્યારે વૃષપર્વાએ દેવયાનીને કહ્યું કે-

'હે દેવયાની,તું જે કામનાને ઇચ્છતી હોય,તે ગમે તેવી દુર્લભ હોય,પણ હું તે પુરી કરીશ'

દેવયાની બોલી-'હું ઈચ્છું છું કે-મારા પિતા મને જ્યાં પરણાવે ત્યાં,

તે શર્મિષ્ઠા,હજાર કન્યાઓ સાથે,દાસી થઈને મને અનુસરે.

વૃષપર્વાએ તરત જ ધાત્રી(ધાઈ મા)ને કહ્યું કે-જાઓ,શર્મિષ્ઠાને લઇ આવો,ને દેવયાની ઈચ્છે છે તેમ કરો(12-18)


ધાત્રીએ,શર્મિષ્ઠા પાસે જઈ તેને કહ્યું કે-દેવયાનીની પ્રેરણાથી બ્રાહ્મણ શુક,આપણને છોડી જાય,તે પહેલાં,

દેવયાનીની ઈચ્છાને અનુસરીને,તું સગાવહાલાં ને સુખ આપ.એમ તારા પિતાનું કહેવું છે.

શર્મિષ્ઠા બોલી-દેવયાની જે ઇચ્છતી હશે તે હું તત્કાલ કરીશ,(20-21)

પછી,પિતાની આજ્ઞાથી તે શર્મિષ્ઠા,હજાર કન્યાઓ સાથે,પાલખીમાં બેસી,દેવયાની પાસે જઈને કહ્યું કે-

'હું હજાર દાસીઓ સાથે તમારી સેવા કરનારી દાસી છું,ને હું તમને અનુસરીશ' (22-23)


દેવયાની બોલી-'તું તો કહેતી હતી કે-હું તો સ્તુતિ કરનારની,યાચના કરનારની અને દાન લેનારની પુત્રી છું,

તું સ્તુતિ પામનાર (વૃષપર્વા)ની દીકરી મારી દાસી કેમ કરીને થશે? 

શર્મિષ્ઠા બોલી-'કોઈ પણ રીતે મારે દુઃખી સગાંઓને સુખ આપવું જોઈએ,જેથી મારા પિતાના વચન મુજબ,

ને તારી ઈચ્છા મુજબ,તારા પિતા તને જ્યાં પરણાવશે,ત્યાં હું તારી દાસી થઈને આવીશ' (24-25)


શર્મિષ્ઠાની,આમ દાસી થવાની પ્રતિજ્ઞા સાંભળીને દેવયાનીએ પિતાને કહ્યું કે-

'હું હવે નગરમાં આવીશ,હે પિતાજી,તમારું વિદ્યાબળ સફળ છે.હું પ્રસન્ન થઇ છું'

તે પછી,દાનવોથી પુજાઇને શુક્રાચાર્યે,પુત્રી સાથે નગરમાં,ફરી,પ્રવેશ કર્યો (26-28)

અધ્યાય-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE