Mar 1, 2023

Gujju Humor-ગુજ્જુનો રોજનો પ્રશ્ન -આજ જમવામાં શું છે?

 

ગુજરાતણની રોજરોજની બડબડ --શું બનાવીશું આજે?                               લીસ્ટ બનાવવાની મહેનત કરનાર

કહે,મને,નહીંતર,એ જ દાળ ભાત  શાક રોટલી બનાવીશ,તું ખાજે.                  --એક નવરો ગુજ્જુ (અનિલ શુક્લ)

કંટાળીને બનાવ્યું લીસ્ટ ગુજરાતીએ આજે.

પ્રસ્તુત કરું છું,રોજ રોજ નવું બનાવી આપજે.

નોંધ-આવતીકાલનું પણ આજે નક્કી કરી દેવું (કે જેથી શાક લાવવાની સમજ પડે)

  1. રોટલી-તુવર દાળ-ભાત-શાક (રીંગણ)

  2. રોટલી-મગની દાળ-કે મગ-ભાત-શાક (કોબીજ)

  3. રોટલી-મગની છુટ્ટી દાળ-ભાત-કઢી-શાક (ફુલાવર)

  4. રોટલી-ચોળા-ભાત-શાક (કઢી) (ગિલોડા)

  5. રોટલી-તુવેર-ભાત-શાક (કઢી) (ભીંડા)

  6. રોટલી-તુવેરની દાળ ફ્રાય-ભાત-શાક (કારેલા)

  7. દાળ ઢોકળી-ભાત-તીખી ભાખરી-કાકડીનું શાક 

  8. ખીચડી-રોટલા કે ભાખરી-ડુંગળીનું શાક (કઢી)

  9. રોટલી (કે પરોઠા) દૂધી-ચણાની દાળનું શાક-ભાત 

  10. રોટલી-ભરેલા રીંગણનું શાક-કઢી (કે દાળ)-ભાત 

  11. ઢેબરાં(મેથી કે દુધીનાં) ખીચડી-છાસ (કે કઢી)

  12. રોટલી-અડદ ને મગની મીક્ષ દાળ-ભાત (કે પુલાવ)

  13. રોટલી-વાલ-ભાત-રીંગણ-બટાકાનું શાક 

  14. ભાજીપાઉં-પુલાવ 

  15. ભાખરી(કે રોટલા)-ડુંગળી બટાકાનું શાક -છાશ 

  16. રોટલા ને  લીલી ડુંગળીની કઢી

  17. મીક્ષ વેજિટેબલ ની વઘારેલી ખીચડી-ભાખરી 

  18. રીંગણનું ભડથું-પરોઠા (કે રોટલી)

  19. રોટલી-દેશી ચણા-ભાત-ટિંડોળાનું શાક 

  20. પરોઠા-છોલે ચણા -પુલાવ 

  21. પરોઠા-કેપ્સિકમ નું શાક (ચણાના લોટવાળું)

  22. પરોઠા-આલુ મટરનું શાક (આલુ મટર પનીર નું શાક)

  23. વેઢમી (તુવેરની કે મગની દાળની) કઢી-ભાત-ટિંડોળાનું શાક 

  24. રોટલા-કઢી-ભાત-ને (તુવેર) દાણા રીંગણ નું શાક 

  25. રોટલા-રીંગણ મેથી લીલવાનું શાક-છાસ 

  26. રોટલી-બેસન (ભાજીનું બેસન) -ભાત 

  27. રોટલા-અડદની દાળ-રીંગણ-દાણા નો ઓળો-ભાત 

  28. કોબીજ-ફુલાવર (કે બટાકા)ના પરોઠા-દહીં-પુલાવ 

  29. ગુવાર ઢોકળી-ભાત-ભાખરી 

  30. પરોઠા-રાજમાનું શાક-ભાત (કે પુલાવ) 

  31. રોટલી-મગનીદાળ-ભાત-કારેલાનું શાક-(કેરીનોરસ) 


ગુજ્જુ નાસ્તા 

  1. ઢોકળા કે ખમણ 

  2. પાણીપુરી 

  3. ગોટા કે ભજીયા 

  4. ચણાના લોટના પુલ્લા 

  5. દાળવડા 

  6. સેવઉસળ 

  7. રગડા પેટીસ 

  8. કચોરી કે સમોસા 

  9. ભેળપુરી-દહીંપુરી-સેવપુરી 

  10. બટાકાવડા 

  11. બટાકા (કે ડુંગળી) પૌઆ

  12. વડાપાઉં કે દાબેલી  

  13. મુઠીયા 

  14. હાંડવો 

  15. કટલેસ 

  16. ઢોંસા-ઈડલી 

  17. દહીંવડા 

  18. પાતરા 

  19. ઉત્તપમ-ઉપમા-મેંદુવડા 

  20. ખમણી 

----

શાકની પસંદગી 

  1. રીંગણ 

  2. કોબીજ 

  3. ફુલાવર 

  4. ગિલોડા (ટિંડોળા)

  5. ભીંડા 

  6. કારેલા 

  7. કાકડી 

  8. લીલી ડુંગળી 

  9. દૂધી 

  10. મેથી ની ભાજી 

  11. પાલક ની ભાજી 

  12. તાંદળજાની ભાજી 

  13. ટામેટા (સેવ-ટામેટા)

  14. મરચાં (કેપ્સીકમ મરચાં)

  15. વાલોર પાપડી 

  16. તુવેરની સીંગો 

  17. મગની કે ચોળાની સીંગો 

  18. ગુવાર સીંગો 

  19. મટર 

  20. નાના ભરવાના રીંગણ 

  21. પાતરા