Mar 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-135


 પુત્ર,મિત્ર,ભાઈ,પિતા અને ગુરુ પણ જો શત્રુની જેમ વર્તતા હોય તો સ્વહિત ઇચ્છનારે તેમને હણી નાખવા.

સોગન ખાઈને,ધન આપીને,વિષ દઈને અથવા કપટજાળ ફેલાવીને રિપુને મારી જ નાખવો.ને ક્યારે ય તેની 

ઉપેક્ષા કરવી નહિ.જેઓ સંશયમાં હશે,તેઓ જેઓને મારી (કણિકની) નીતિ પર શ્રદ્ધા હશે તે જ વિજયને વરશે.

કેમ કે,જો ગુરુ પણ મદમાં ફાટ્યો હોય,કાર્ય-અકાર્યને જાણતો ન હોય,ને અવળે રસ્તે ચડ્યો હોય,તો તેને પણ દંડ દેવો એ ન્યાયયુક્ત છે.ક્રોધ ચડ્યો હોય તો એ ક્રોધ ચડ્યો નથી તેવો દેખાવ રાખી,હસીને બોલવું,ને બીજાને તિરસ્કારવો નહિ,

ઘા કરતાં પહેલાં અને ઘા કર્યા પછી,મીઠુમીઠું બોલવું,ને પ્રહાર કર્યા પછી,કૃપા બતાવવી,શોક કરવો ને આંસુ પણ પાડવાં.આમ,શત્રુને સાંત્વન,દાન અને અનુકૂળ વર્તનથી આશ્વાસન આપવું,પણ તેમ છતાં,

તે ન ડગે તો તેના પર પ્રહાર કરવો,કેમ કે ઘોર અપરાધ કરનારો પણ જો ધર્મનો આશ્રય લઈને ઉભો રહે,

તેનો દોષ ઢંકાઈ જાય છે.જેને વધ આપવાનો હોય તેના ઘરને સળગાવી દેવું.જે મનુષ્ય,બુરી રીતે ધન મેળવતો હોય,

જે નાસ્તિક હોય ને જે ચોર હોય-તેને રાજ્યમાં વસવા દેવા નહિ.(52-60)


શત્રુને સામેં ઉઠીને આસન આદિ આપીને,ભેટ આપીને અત્યંત વિશ્વાસમાં લઈને,પછી તેને મારવો.

જે જે આપણા તરફ શંકા રાખતા હોય,તેમના પ્રત્યે આપણે પણ શંકા રાખવી,કેમ કે જેમને વિષે શંકા 

થઇ ન હોય,તેમના તરફથી જયારે ભય આવે ત્યારે જડથી ઉખડી જવાની સંભાવના રહે છે.

અવિશ્વાસીનો વિશ્વાસ ન રાખવો,તેમ જ વિશ્વાસી હોય તેનો પણ પૂરો વિશ્વાસ ન રાખવો.

કેમ કે,વિશ્વાસી મનુષ્યથી ઉપજેલ ભયથી,જડમાંથી નાશ થવું પડે છે.(61-63)


દૂતોની સારી પરીક્ષા કરીને પોતાના ને પારકા રાજ્યમાં મુકવા.ને પાર્ક રાજ્યમાં પાખંડી વેશધારી જાસુસો મુકવા.

પોતાના શહેરમાં પણ,શહેરના મુખ્ય સ્થાનોમાં જાસૂસોને છુપે વેશે ફરતા રાખી માહિતી મેળવવી.

જીભે મીઠા રહેવું,ને હૃદયર અસ્ત્રા જેવા રહેવું.ભયંકર કામ કરતાં પણ હસતા રહેવું.

કુશળ રાજનીતિજ્ઞે,આશા આપીને ધન-આદિરુપ ફૂલ દેખાડવું પણ ફળ ન દેખાડવું,ને કદાચ ફળ દેખાડવું 

પડે તો,તે હાથ ન આવે તેવું રાખવું,ને તે પાકેલું હોવા છતાં 'પાક્યું નથી'-તેમ જણાવવું (64-69)


ધર્મ,અર્થ અને કામ એ ત્રિવર્ગમાં ત્રણ જાતની પીડા ને ત્રણ પ્રકારનાં ફળ છે.ફળને શુભ જાણવાં ને પીડાનો ત્યાગ કરવો.ધર્મમાં વિચરનારને અર્થ ને કામથી પીડા થાય છે,અર્થમાં આસક્તને ધર્મ  ને કામથી પીડા થાય છે.

ને કામમાં પ્રવર્તનારને ધર્મ ને અર્થથી પીડા થાય છે.ગર્વરહિત,નિયમયુક્ત,શાંતિપૂર્ણ,અને દ્વેષમુક્ત રહીને,

કાર્ય જોતા રહી,બ્રાહ્મણો સાથે મંત્રણા કરવી.કોમળ કે કઠોર-ગમે તે કાર્ય કરીને,પોતાના આત્માને દીનતામાંથી ઉદ્ધારવો અને સમર્થ થઈને ધર્મનું આચરણ કરવું.સંશયમાં પડ્યા વિના કોઈ માણસ મંગલ જોવા પામતો નથી,

પણ જો સંશયને વટાવીને તે જીવે છે તો તે મંગલ જુએ છે.જો કોઈની બુદ્ધિ પરાભવ પામે તો,

નલોપાખ્યાન-આદિ કથાઓથી તેને સાંત્વન આપવું,દુર્બુદ્ધિવાળાઓને આશાઓથી શાંત કરવા.(70-75)


શત્રુ સાથે સંધિ કરીને,જે નિશ્ચિન્ત થઈને સુઈ રહે ,તે ઝાડ પર સૂતેલા માણસની જેમ,નીચે પડે ત્યારે જ જાગે છે.

જાસૂસથી રક્ષિત રહીને,રાજાએ,પોતાની મંત્રણાઓને ગુપ્ત રાખવા યત્ન કરવો,ને ઈર્ષારહિત થઈને,પોતાના ક્રોધાદિ આવેશોને છતા થવા દેવા નહિ.શત્રુના મર્મ છેદીને,કઠોર કાર્ય કરીને,બીજાને હણ્યા વિના લક્ષ્મી પ્રાપ્ત થતી નથી.

શત્રુનું સૈન્ય,જયારે પીડિત,નિર્વીર્ય હોય ત્યારે તેના પર હલ્લો કરવો.(76-78)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE