Aug 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-283

 
અધ્યાય-૭૬-યુધિષ્ઠિરનો ફરીથી પરાજય 

II वैशंपायन उवाच II ततो वयध्वगतं पार्थप्रातिकामी युधिष्ठिरम् I उवाच वचनाद्राज्ञो धृतराष्ट्रस्य धीमतः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઘણે દૂર સુધી પહોંચી ગયેલ,પાર્થના પુત્ર યુધિષ્ઠિરની પાસે પ્રાતિકામી જઈ 

 પહોંચ્યો ને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી કહેવા લાગ્યો-'હે યુધિષ્ઠિરરાજ,પિતા ધૃતરાષ્ટ્રે કહેવડાવ્યું છે કે-

સભા પાથરીને તૌયાર કરી છે,તમે અહીં આવી ને પાસા નાખી ફરીથી દ્યુત રમો' (2)

યુધિષ્ઠિર બોલ્યા-વિધાતાનીઆજ્ઞાએ જ માણસોને શુભ-અશુભ ફળ પ્રાપ્ત થાય છે,જો પાસા નાખવાના જ છે તો એ શુભાશુભમાંથી કોઈ બચી શકતું નથી.હું જાણું છું કે પાસા દાવનું તેડું સત્યાનાશને લાવનારું છે,તો પણ વૃદ્ધજનની આજ્ઞાનને લીધે હું તેનું ઉલ્લંઘન કરવાની હિંમત ધારણ કરતો નથી (4)


વૈશંપાયન બોલ્યા-હે રાજન,કોઈ પ્રાણી સુવર્ણનું હોવાનું સંભવિત નથી,તેમ છતાં શ્રીરામે સુવર્ણમૃગનો લોભ કર્યો હતો.આમ,પરાભવને આરે આવી રહેલા માણસોની બુદ્ધિ,સાધારણ રીતે વિપરીત થાય છે.

શકુનિના કપટને જાણતા હોવા છતાં,ઉપર પ્રમાણે દૈવને પ્રાધાન્ય આપીને,યુધિષ્ઠિર ભાઈઓ સાથે ફરીથી 

જુગાર રમવા ગયા ને તે જ મહારથીઓની સભામાં પ્રવેશ્યા,ત્યારે તેમના મિત્રજનોનાં હૈયાં ફફડી ઉઠયાં.

ને સર્વનો વિનાશ લાવનારી તે દ્યુત પ્રવૃત્તિ માટે સભામાં જઈને બેઠા.(8)


શકુનિ બોલ્યો-હે ભરતસિંહ,વૃદ્ધ ધૃતરાષ્ટ્રે તમને હારેલું ધન આપ્યું ને તેનો તમે સત્કાર કર્યો છે,પણ હવે 

(તે ધનને બદલે) મહામૂલો એક જ દાવ મુકું છું તે તમે સાંભળો.અમે જો તમારાથી હારી જઈએ,તો રુરુ મૃગનાં ચર્મ પહેરીને બાર વર્ષ સુધી વનમાં નિવાસ કરીએ ને તેરમે વર્ષે પોતાનો કોઈ મનુષ્ય ઓળખે નહિ તે રીતે અજ્ઞાત રીતે કોઈ સ્થાનમાં રહીએ,અને જો અમે એ વર્ષે ઓળખાઈ જઈએ તો બીજા બાર વર્ષ સુધી વનવાસ કરીએ.

તેજ રીતે તમે જો હારો તો તમારે પણ કૃષ્ણાની સાથે બાર વર્ષ વનવાસ કરીને તેરમા વર્ષે અજ્ઞાત રહેવું.આ પ્રમાણે તેર વર્ષો યથાયોગ્ય પતી જાય તો તમારે કે અમારે ફરી પોતાનું રાજ્ય મેળવવું.આ ઠરાવથી જુગાર રમો. (16)


ત્યારે સર્વ સભાસદોનાં મન ઉદ્વેગ પામ્યા અને તેઓ જોરથી હાથ ઊંચા કરીને કહેવા લાગ્યા કે-

'હે ધૃતરાષ્ટ્ર,આ દુર્યોધન 'ભવિષ્યમાં પોતાના માટે મોટો ભય થશે' એમ પોતાની બુદ્ધિથી જાણતો હોય કે ન જાણતો હોય,પરંતુ તેના ભાઈઓને ધિક્કાર છે કે જેઓ તેને આવનારા મહાભાઈનો બોધ આપતા નથી'

યુધિષ્ઠિરે,અનેક લોકો તરફથી આ પ્માણેની ટીકાઓ સાંભળી,તો પણ તે લજ્જાને વશ થઈને,

ધર્મને કારણે (ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી)ફરી જુગટું રમવા તૈયાર થયા.(19)


શકુનિ બોલ્યો-'હે પાંડવો,ગાય,ઘોડા,હાથીઓ,ખજાનાઓ,સુવર્ણ,દાસો,દાસીઓ એ તમામ વસ્તુને આપણે દવામાં વનવાસ માટે મૂકીએ,અને જે હારે તે બાર વર્ષ વનવાસ કરી તેરમા વર્ષે અજ્ઞાતવાસ કરે.એક જ વાર પાસ નાખવાથી આ વાતનો નિર્ણય થઇ જશે' યુધિષ્ઠિરે આ દાવની સ્વીકાર કર્યો.એટલે શકુનિએ પાસ નાખ્યા 

ને તરત જ યુધિષ્ઠિરને કહ્યું કે'એ હું જીત્યો' (25)

અધ્યાય-76-સમાપ્ત