Jan 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-389

 

અધ્યાય-૯૫-યુધિષ્ઠિરની તીર્થયાત્રા ને ગયના યજ્ઞનું વર્ણન 


II वैशंपायन उवाच II ते तथा सहिता वीरा वसंतस्तत्र तत्रह् I क्रमेण पृथिवीपाल नैमिषारण्यमागताः II १ II

વૈશંપાયન બોલ્યા-હે પૃથ્વીપાલ,આ પ્રમાણે સ્થાને સ્થાને મુકામ કરતા તે વીર પાંડવો,પોતાના મંડળ સહિત અનુક્રમે નૈમિષારણ્યમાં આવ્યા,ત્યાં તેમણે ગોમતી નદીમાં સ્નાન કર્યું અને ગયો તથા ધનનાં દાન આપ્યાં.ને 

ત્યાં દેવો,પિતૃઓ ને બ્રાહ્મણોને તૃપ્ત કરીને તેઓ કન્યાતીર્થ,અશ્વતીર્થ,ગોતીર્થ અને કાલકોટી તીર્થમાં ગયા ને 

વિપપ્રસ્થગિરિ પર મુકામ કર્યો.ત્યાં સર્વેએ બાહુદા નદીમાં સ્નાન કર્યુ.(4)

ત્યાંથી તેઓ યજ્ઞસ્થાન પ્રયાગમાં આવ્યા ને ગંગા-યમુનાના સંગમમાં સ્નાન કર્યું ને બ્રાહ્મણોને દાન આપ્યું.

પછી,તપસ્વીઓએ સેવેલી બ્રહ્માની વેદીએ જઈ,નિવાસ કરી ઉત્તમ તપશ્ચર્યા કરી.ત્યાંથી,ધર્મજ્ઞ ને પુણ્યવાન રાજર્ષિ ગયે સત્કારેલા મહીધરતીર્થમાં ગયા કે જ્યાં ગયશિર નામે સરોવર છે,મહાનદી છે ને પવિત્ર પર્વત છે.

વળી,ત્યાં અતિ પુણ્યકારી બ્રહ્મસરોવર છે કે જ્યાં અગસ્ત્ય ઋષિ યમરાજ પાસે ગયા હતા.(11)


મહારાજ સંતે પોતે ત્યાં નિવાસ કર્યો હતો.સર્વ સરિતાઓ ત્યાંથી ફૂટી છે.ને મહાદેવ ત્યાં નિકટમાં રહે છે.

ત્યાં મહાન અક્ષયવટ છે કે જ્યાં પાંડવોએ ચાતુર્માસ્ય નામનો ઋષિયજ્ઞ કર્યો,દેવોની આ યજ્ઞભૂમિમાં 

અક્ષયફળ મળે છે.પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે સેંકડો તપોધન બ્રાહ્મણો ત્યાં આવ્યા હતા.ત્યારે કૌમારવ્રતને ધારણ કરનારા શમઠ મુનિ,અમૂર્તરયસના પુત્ર મય રાજાની કથા કહેવા લાગ્યા.(17)


શમઠ બોલ્યા-હે રાજન,અમૂર્તરયસના રાજર્ષિશ્રેષ્ઠ ગય નામના પુત્રનાં પુણ્યકર્મો કહું છું તે સાંભળો.

અહીં,તેનો વિપુલ દક્ષિણાઓવાળો યજ્ઞ થયો હતો કે જેમાં સેંકડો અન્નકૂટો થયા હતા.ઘી ની નદીઓ વહી હતી.બ્રાહ્મણો સારી રીતે તૈયાર થયેલા અન્નનું ભોજન કરતા હતા અને દક્ષિણાના સમયે થયેલો વેદઘોષ છેક સ્વર્ગ સુધી ગયો હતો,રાજર્ષિ ગયે જે કર્યું છે તે કોઈ મનુષ્યે પૂર્વે કર્યું નથી ને હવે પછી કોઈ કરી શકશે પણ નહીં.

ગય રાજાના યજ્ઞમાં અપાયેલી દક્ષિણા ગણી શકાય તેમ નહોતી.

હે રાજન,આ સરોવરની સમીપમાં તે રાજાના આવા આવા અનેક યજ્ઞો થયા હતા.(30)

અધ્યાય-૯૫-સમાપ્ત