Mar 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-446

 

અધ્યાય-૧૫૫-પાંડવો ભીમને મળ્યા 


II वैशंपायन उवाच II ततस्तानि महार्हाणि दिव्यानि भरतर्षम I बहूनि बहुरूपाणि विरजासि समाह्रुदे II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,પછી,ભીમે તે મહામૂલ્યવાન,દિવ્ય,અનેક રૂપવાળા અને નિર્મળ એવાં ઘણાં કમળો લીધાં.ભીમ જયારે આ પરાક્રમ કરતો હતો ત્યારે યુધિષ્ઠિરના નિવાસસ્થાનમાં પ્રચંડ પવન વાવા લાગ્યો.

ત્યારે મોટી ઉલ્કાઓ કડાકા સાથે પાડવા લાગી ને અંધકાર છવાઈ ગયો.ઉત્પાતોને આ આશ્ચર્ય જોઈને યુધિષ્ઠિર બોલ્યા કે-શું આપણા પર કોઈ ચડી આવશે કે શું? સર્વ સજ્જ થાઓ,આપણે પરાક્રમ કરવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે' યુધિષ્ઠિરે ચારે તરફ દ્રષ્ટિ કરી પણ ભીમ જોવામાં ન આવ્યો એટલે તેમણે કૃષ્ણાને પૂછ્યું.કે-

'ભીમ ક્યાં છે?તે કોઈ સાહસ તો નથી કરી બેઠોને?કેમ કે મહાયુદ્ધનું સૂચન કરતા આ ઉત્પાતો તીવ્ર ભય દર્શાવે છે'

ત્યારે દ્રૌપદી બોલી-'હે રાજન,પવન પેલું જે સૌગન્ધિક કમલ ખેંચી લાવ્યો હતો તેવા કમળ લાવવા 

મેં ભીમસેનને કહ્યું હતું,જેથી તે કમળો લેવા ઈશાન ખૂણામાં ગયા છે' દ્રૌપદીની વાત સાંભળીને 

યુધિષ્ઠિરે કહ્યું કે-'ભીમ,જે માર્ગે ગયો છે ત્યાં આપણે સર્વે જઈએ,રખેને એ કોઈ સિદ્ધોનો અપરાધ કરી બેસે'

પછી,રાક્ષસોએ બ્રાહ્મણો આદિને ઊંચકીને અને ઘટોત્કચે દ્રૌપદીને ઊંચકીને ત્યાંથી ચાલવા માંડ્યું.(22)


તેમણે સુંદર વનમાં અતિમનોહર કમળસરોવર અને તેને તીરે ભીમને જોયો.ને ત્યાં રાક્ષસોને મરેલા જોયા.

ભીમને જોઈને યુધિષ્ઠિર તેને વારંવાર ભેટ્યા ને કહ્યું કે-'હે કૌંતેય,આ તેં શું સાહસ કર્યું?આ તો દેવોનું અપ્રિય કાર્ય થયું,ફરીથી આવું કરતો નહિ' પછી,પાંડવો ત્યાં વિહાર કરવા લાગ્યા ત્યારે ઉદ્યાનના રક્ષકોએ આવી તેમને સર્વેને પ્રણામ કર્યા.ને કુબેરને પાંડવોના આવવાની જાણ કરી.આમ,પાંડવો ત્યાં અર્જુનની વાટ જોતાં તે ગન્ધમાદન પર્વતના શિખરો પાર થોડો સમય વિહાર કરતા રહ્યા.(34)

અધ્યાય-૧૫૫-સમાપ્ત