Mar 5, 2024

કર્મ-સન્યાસ-By અનિલ શુક્લ

 

રસ્તો રહ્યો નથી,રસ્તો જ મંજિલ થઇ ગયો,
નથી રહી ઈચ્છા,પૂર્ણ બની પૂર્ણમય થઇ ગઈ.

ધ્યાતા,ધ્યાનના રસ્તે વહ્યો હતો ધ્યેય પ્રતિ,
ત્રિપુટી તૂટી અને માત્ર ધ્યેય સર્વત્ર વહી રહ્યો.

વસ્ત્ર-સન્યાસ નહિ,પણ કર્મ-સન્યાસ થઈ ગયો,
વહેતો અનિલ,સ્થિર થઇ આકાશમાં વસી રહ્યો..

અનિલ
એપ્રિલ,૨૩.૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com