May 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-508

 

અધ્યાય-૨૩૨-સ્કંદના નામો-કાર્તિકેય સ્તોત્ર 


II युधिष्ठिर उवाच II भगवन श्रोतुमिच्छामि नामान्यस्य महात्मनः I त्रिपु लोकेपु यान्यस्य विख्यातानि द्विजोत्तम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,હું કાર્તિકેયનાં,ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલાં નામો સાંભળવા ઈચ્છું છું'

માર્કંડેય બોલ્યા-આગ્નેય,સ્કંદ,દીપ્તકીર્તિ,અનામય,મયુરકેત,ભૂતેશ,મહિષાર્દન,કામજીત,કામદ,કાંત,સત્યવાક,

ભુવનેશ્વર,શિશુ,શીઘ્ર,શુચિ,ચંડ,દીપ્તવર્ણ,શુભાનન,અમોઘ,અનઘ,રૌદ્ર,પ્રિય,ચંદ્રાનન,દીપ્તશક્તિ,પ્રશાંતાત્મા,

ભદ્રકૃત,ફૂટમોહન,ષષ્ઠીપ્રિય,ધર્માત્મા,માતૃવત્સલ,કન્યાભર્તા,વિભક્તિ,સ્વાહેય,રેવતીસુત,પ્રભુ,નેતા,વિશાખ,

નૈગમેય,સુદુશ્વર,સુવ્રત,લલિત,બાલક્રીડનપ્રિય,ખચારી,બ્રહ્મચારી,શૂર,શરવણોદભવ,વિશ્વામિત્રપ્રિય,દેવસેનાપ્રિય,

વાસુદેવપ્રિય,પ્રિય અને પ્રિયકૃત-એ કાર્તિકેયનાં નામો છે.આ નામનો પાઠ કરનાર કીર્તિ ને ધન પામે છે.(9)

હવે તેમની સ્તુતિ (સ્તોત્ર) સાંભળો.

હે સ્કંદ,તમે બ્રહ્મણ્ય,બ્રહમજ,બ્રહ્મવિદ્દ,બ્રહ્મનિષ્ઠ,બ્રહ્મવતાં વરિષ્ઠ,બ્રહ્મપ્રિય,બ્રાહ્મણસવ્રતી,બ્રહ્મજ્ઞ,અને બ્રાહ્મણોના

નેતા (બ્રહ્મપદે પહોંચાડનારા) છો.તમે સ્વાહારૂપ,સ્વધારૂપ અને પરમ પવિત્ર છો,મંત્રો તમારી સ્તુતિ કરે છે.

તમે પ્રસિદ્ધ છો,છ તેજશિખાવાળા છો,સંવત્સર છો,ષડઋતુઓ છો,માસ છો,યક્ષ છો,અયન છો,દિશાઓ છો,

કમલનયન છો,અરવિંદવદન છો,સહસ્ત્ર મુખવાળા ને સહસ્ત્ર બાહુવાળા છો,લોકપાલ છો,હવિરૂપ છો,


સૂરો ને અસુરોના પાલનહાર છો,સેનાધિપતિ છો,પ્રચંડ છો,પ્રભુ છો,વિભુ છો,શત્રુઓના વિજેતા છો,

સહસ્ત્રભૂ છો,ધરણીરૂપ છો,સહસ્ત્રતુષ્ટિ છો,સહસ્ત્રભૂક છો,સહસ્ત્રશિર છો,અનંતરૂપ છો,સહસ્ત્રપાદ છો,

શક્તિધારી છો,સ્વેચ્છાથી ગંગા,સ્વાહા,પૃથ્વી ને કૃતિકાના પુત્ર થયા છો,તમે જાતજાતના રૂપો લો છો ને કુકડા જોડે

ક્રીડા કરો છો,તમે દીક્ષા છો,સોમ છો,મરુતો છો,ધર્મ છો,વાયુ છો,પર્વતરાજ છો,ઇન્દ્ર છો.


તમે સનતાનોના પણ સનાતન છો,પ્રભુઓના પ્રભુ છો,ઉગ્ર ધનુષધારી છો,સત્યના કર્તા છો,દિતીપુત્રોના અંતકારી છો,રિપુઓના વિજેતા છો,સૂરોમાં શ્રેષ્ઠ છો,પરમ તપરૂપ છો,કાર્ય ને કારણના વેત્તા છો,તમેજ કાર્ય-કારણરૂપ છો,

ધર્મ,અર્થ,કામ ને મોક્ષના કારણરૂપ છો,સમગ્ર જગત તમારા તેજથી વ્યાપ્યું છે.


હે મહાવીર,મેં મારી શક્તિ પ્રમાણે તમારી સ્તુતિ કરી છે,તમને નમન હો,

હે  બાર આંખ ને બાર  હાથવાળા,હું તમારી ગતિને જાણતો નથી (19)


જે બ્રાહ્મણ,એકચિત્તે આ સ્કંદની જનમકથાનો પાઠ કરશે,કે સાંભળશે કે સંભળાવશે તે ધન,આયુષ્ય,યશ,પુત્રો,

શત્રુ પર વિજય,વૃષ્ટિ અને તુષ્ટિ મેળવશે ને અંતે સ્કંદલોકને પામશે (21)

અધ્યાય-૨૩૨-સમાપ્ત 


માર્કંડેય સમાસ્યા પર્વ સમાપ્ત