અધ્યાય-૩૦-અધ્યાત્મયોગ (ગીતા-૬-આત્મ-સન્યાસ-યોગ)
श्रीभगवानुवाच--अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥१॥
શ્રી ભગવાન કહે છે-હે પાર્થ,કર્મના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરે છે તેજ સંન્યાસી
અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને
ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥२॥
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥३॥
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥४॥
હે પાંડવ,જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ.મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય
કર્મયોગી થઇ શકતો નથી.જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે.
પરંતુ યોગપ્રાપ્તી થઇ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન બની જાય છે.પછી તે
કર્મફળમાં લુબ્ધ થતો નથી.જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી
અને સર્વ સંકલ્પોને છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.(૪)
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥५॥
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६॥
આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિના માર્ગે લઇ જવો નહિ,
કેમ કે આત્મા જ આત્માનો બન્ધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.(૫)
જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે,જીત્યો છે,તેનો આત્મા બન્ધુ છે.પરંતુ જેના
આત્માએ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે.(૬)
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥७॥
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥८॥
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥९॥
જેણે પોતાનું મન ટાઢ-તડકો,સુખ-દુઃખ,માન-અપમાન વગેરેમાં એક સરખું રાખ્યું છે,જે નિર્વિકાર રહે છે,તે સર્વ સ્થિતિમાં
સમાન ભાવે રહે છે.જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે,જે જીતેન્દ્રિય છે,જે માટી તથા સોનાને સરખું ગણે છે
તે યોગી “યોગસિદ્ધ “કહેવાય છે.સુહ્યદ,મિત્ર,શત્રુ,ઉદાસીન,મધ્યસ્થ,દ્વેષને પાત્ર અને સંબંધીજનમાં,
સાધુઓમાં કે પાપીઓમાં જે યોગીની સમબુદ્ધિ હોય છે,તે સર્વમાં શ્રેષ્ઠ યોગી છે.
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥१०॥
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥११॥
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥१२॥
માટે યોગીઓએ ચિત્તને તથા દેહને વશ કરી,આશારહિત અને પરીગ્રહરહિત થઈને,એકાંતમાં નિવાસ કરી
અંત:કરણને સદા યોગાભ્યાસમાં જોડવું.યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ ,તેના પર મૃગચર્મ અને તેના પર
આસન પાથરવું.એ આસન પર સ્થિરતાથી બેસવું,આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખવું.તૈયાર કરેલા
તે આસન પર બેસી,ચિત્તને એકાગ્ર કરી,ઈન્દ્રિયોને જીતી,પોતાના અંત:કરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો.(૧૨)
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥१३॥
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥१४॥
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥१५॥
સાધકે સ્થિર થઈને પોતાનો દેહ,મસ્તક અને ડોકને સ્થિર રાખવાં,પછી પોતાની નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી,આમતેમ ન જોતાં યોગનો અભ્યાસ શરૂ કરવો.યોગીએ અંત:કરણ ને શાંત બનાવી,નિર્ભયતા પૂર્વક,બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું,પછી,મનનો સંયમ કરી,મારું ચિંતન કરતાં,મારા પરાયણ થઇ ધ્યાનમગ્ન રહેવું.આ રીતે અંત:કરણ ને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં લગાડીને,સ્વાધીન મનવાળો યોગી મારામાં સ્થિતિરૂપ,પરમાનંદ-પરાકાષ્ઠાવાળી શાંતિને પ્રાપ્ત કરે છે.(૧૫)
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥१६॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥१७॥
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥१८॥
હે અર્જુન,વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી.તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી.જેનો આહાર વિહાર યુક્ત હોય,જેનાં કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ પ્રમાણસરની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે.અને તેના દુઃખોનો નાશ કરી નાખેછે.જયારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે,તેની સર્વ કામનાઓ નિ:સ્પૃહ બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે.(૧૮)
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥१९॥
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥२०॥
सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् ।वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥२१॥
જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી,તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ચલિત થતું નથી.યોગાભ્યાસથી સંયમિત
થયેલું ચિત્ત કર્મથી નિવૃત થાયછે,જયારે યોગી પોતાના નિર્મળ થયેલાં અંત:કરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી
પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામે છે.જયારે સુક્ષ્મ બુદ્ધિથી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું
પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર થયેલો યોગી બ્રહ્મ-સ્વરૂપમાંથી ચલિત થતો નથી.(૨૧)
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥२२॥
तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥२३॥
संकल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥२४॥
शनैः शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया ।आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥२५॥
આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી.જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ કહેવાય છે.આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દઢ નિશ્ચયથી સાધ્ય કરવો.સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી,મનથી જ સર્વ ઈન્દ્રિયોને સર્વ રીતે જીતી ને તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર
કરી બીજું કોઈ ચિંતન કરવું નહિ.(૨૫)