Aug 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-889

 

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥२६॥

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥२७॥

युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥२८॥

આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની નિષ્પાપ બની ગયો છે,તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી,'જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે' એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.

सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥२९॥ 

मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥३०॥

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥३१॥

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥३२॥

જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગીપુરુષ સર્વ ભૂતોમાં પોતાના આત્મા ને અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુવે છે.(૨૯) 

      

જે યોગી સર્વ ભૂતોમાં મને જુવે છે અને મારામાં સર્વ ભૂતોને જુવે છે,તેની દ્રષ્ટિ સમક્ષ જ હું રહું છું.જે યોગી એકનિષ્ઠાથી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે,તે કોઈ પણ રીતે વર્તતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે.જે યોગી પોતાની જેમ જ સર્વને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિથી જુવે છે,તે મને પરમ માન્ય છે.(૩૨)


अर्जुन उवाच--योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥३३॥

चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्‌दृढम् ।तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥३४॥

અર્જુન કહે છે-હે મધુસુદન,તમે જે સમદ્રષ્ટિનો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની ચંચળતાને લીધે રહી શકે 

તેમ લાગતું નથી.મન અતિ ચંચળ છે.તે કોઈ પણ કામના ને સિદ્ધ થવા દેતું નથી.તે બળવાન અને અભેદ્ય છે.

તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠીન છે,એવું મને લાગે છે.(૩૪)


श्रीभगवानुवाच--असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥३५॥

असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥३६॥

શ્રી ભગવાન કહે છે-હે મહાબાહો,મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠીન જ છે,એ વાત નિ:સંશય હું માનું છું,

પરંતુ હે કાંતેય,વૈરાગ્ય અને અભ્યાસના યોગથી તેને પણ સ્વાધીન કરી શકાય છે.જે મનનો નિગ્રહ કરવાનો 

અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી.જે અંત:કરણને વશ કરી,

મનનો નિગ્રહ કરવાનો યત્ન કરેછે,તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે.એવો મારો મત છે.(૩૬)


अर्जुन उवाच--अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥३७॥

कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥३८॥

एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥३९॥

અર્જુન કહે છે-હે શ્રી કૃષ્ણ,જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી,જેનું મન અંતકાળે યોગમાંથી ચ્યુત થયું છે,

એવા પુરુષ યોગસિધ્ધિ ન પામતાં કઈ ગતિ પામે છે? મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ 

એમ બંને માર્ગથી ભ્રષ્ટ થઇ વિખરાઈ જતાં વાદળોની જેમ નાશ નથી પામતો? મારી આ શંકાને નિર્મૂળ કરવા 

આપ જ સમર્થ છો.આ શંકા ને દુર કરવા આપ સિવાય બીજું કોઈ સમર્થ નથી.(૩૯) 


श्रीभगवानुवाच--पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।न हि कल्याणकृत्कश्चिद्‌दुर्गतिं तात गच्छति ॥४०॥

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥४१॥

શ્રી ભગવાન કહે છે-હે પાર્થ,જે યોગની ઇચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોકથી વંચિત રહેતો નથી.

સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી.યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મથી મળતાં સ્વર્ગાદિ સુખો 

પ્રાપ્ત કરી જયારે મૃત્યુલોકમાં આવે છે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે.


अथवा योगिनामेव कुले भवति धीमताम् ।एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥४२॥

तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥४३॥

અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે,

કારણકે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં દુર્લભ છે.જેનો યોગીના કુળમાં જન્મ થાય છે,(૪૨)

એટલે પૂર્વ જન્મની યોગબુદ્ધિ નો તેનામાં જલ્દી વિકાસ થાય છે.અને તે મનુષ્ય 

યોગ સિધ્ધિ માટે પુન: અભ્યાસ કરવામાં લાગી જાય છે.(૪૩)


पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥४४॥

प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥४५॥

ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તોયે પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે 

તે યોગ તરફ વળે છે.યોગના જીજ્ઞાસુઓને વેદાચરણના ફળ કરતાં વિશેષ ફળ મળે છે.(૪૪)

કિન્તુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ 

અભ્યાસ કરતો રહેલો યોગી પરમગતિ ને પ્રાપ્ત થાય છે.


तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥४६॥

योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥४७॥

તપસ્વી,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં,યોગી વધુ  શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન,તું યોગી બન.સર્વ યોગીઓમાં 

પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને પરમ માન્ય છે.(૪૭)


અધ્યાય-૩૦-અધ્યાત્મયોગ સમાપ્ત (ગીતા-૬-આત્મ-સન્યાસ-યોગ-સમાપ્ત)