Aug 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-890

 

અધ્યાય-૩૧-ઉપાસનાકાંડ-જ્ઞાનયોગ (ગીતા-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ)


मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥१॥ 

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥२॥

ભગવાન કહે છે-હે પાર્થ,મારામાં ચિત્ત પરોવીને,કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા 

મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે,એમાં જરાય શંકા નથી.હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ.

તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી.(૨)

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥३॥

भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥४॥

હજારો મનુષ્યોમાંથી કોઈક જ મને પામવાનો યત્ન કરે છે.મારા માટે યત્ન કરવાવાળા  સિદ્ધોમાંથી 

માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકે છે.મારી પ્રકૃતિ ભૂમિ,જળ,વાયુ,તેજ,આકાશ,

મન,બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજીત થયેલી છે.(૪)


अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥५॥

एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥६॥

मत्तः परतरं नान्यत्किंचिदस्ति धनंजय ।मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥७॥

હે મહાબાહો,એ તો મારી અપરા પ્રકૃતિ છે.એનાથી અલગ જે મારી જીવભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે,

તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે.આ બંને પ્રકૃતિઓથી જ સર્વ ભૂતોની ઉત્પતિ થયેલી છે.

એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વની ઉત્પતિ અને લય કરું છું.મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી.

દોરામાં જેમ મણકા પરોવાયેલા હોય છે,તેમ આ સર્વ જગત મારામાં ઓતપોત થતું પરોવાયેલું છે.(૭)


रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥८॥

पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥९॥

હે કાંન્ત્તેય,જળમાં રસ હું છું,સુર્ય-ચંદ્રમાં તેજ હું છું,સર્વ વેદોમાં ૐકાર પ્રણવ હું છું.આકાશમાં શબ્દ 

અને પુરુષનું પરાક્રમ હું છું.તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું,અગ્નિમાં તેજ હું છું,

સર્વ ભૂતોમાં જીવન હું છું અને તપસ્વીઓનું તપ પણ હું જ છું.(૯)


बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥१०॥

बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥११॥

હે પાર્થ,સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું,બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.બળવાનોમાં 

વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું.ધર્મ વિરુદ્ધ જાય નહિ તેવો સર્વ પ્રાણીઓમાં “કામ" પણ હું છું.(૧૧)


ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये ।मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥१२॥

त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥१३॥

જે સાત્વિક,રાજસ અને તામસ વિકારો છે તે પણ મારાથી ઉત્પન્ન થયેલા છે,પરંતુ હું તેમાં સમાયેલો નથી,તેઓ મારામાં સમાયેલા છે.આ ત્રિગુણાત્મક વિકારો(માયા)થી સમસ્ત જગત મોહિત થઇ ગયું છે,

તેથી ગુણાતીત અને અવિનાશી એવા મને એ જગત જાણતું નથી.(૧૩)


दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥१४॥

न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥१५॥

કેમકે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે.જે મનુષ્ય મારા શરણે આવે છે તે જ એ 

માયા રૂપી નદીને તરી જાય છે.આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો 

આશ્રય કર્યો છે તેવા પાપી,મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.(૧૫)