चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥१६॥
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥१७॥
उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥१८॥
હે ભરતશ્રેષ્ઠ,આર્ત,જિજ્ઞાસુ,અર્થાર્થી અને જ્ઞાની,એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે.તેમાં જ્ઞાનીજનો,
નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠાથી મારી ભક્તિ કરે છે,તેથી તેઓ શ્રેષ્ઠ છે.આવા જ્ઞાનીજનોને
હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.એ સર્વશ્રેષ્ઠ છે,પરંતુ 'જ્ઞાની તો મારો આત્મા છે'
એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮)
बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ।वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥१९॥
कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥२०॥
“અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે” જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે,એવા જ્ઞાનીને મારી
પ્રાપ્તિ થાય છે એવા મહાત્મા અતિ દુર્લભ છે.જે અજ્ઞાનીઓનું પોતાના સ્વભાવને વશ થવાથી અને વિવિધ
કામનાઓથી જ્ઞાન નષ્ટ થયું છે તે મારા-આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઈતર દેવતાઓની ઉપાસના કરે છે.(૨૦)
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥२१॥
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते ।लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥२२॥
अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् ।देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥२३॥
જે ભક્ત,જે દેવતામાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે,તેની તે શ્રદ્ધાને તે દેવતામાં હું જ સ્થિર કરું છું.
એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી તેની તે કામનાઓ
પૂર્ણ થાય છે.અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોય છે.
દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે અને મારા ભક્તો મને પામે છે.(૨૩)
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ।परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥२४॥
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥२५॥
મારા ઉત્કૃષ્ટ,નિરાકાર અવિનાશી અને અતિ ઉત્તમ ભાવ(રૂપ)ને ન જાણનારા અજ્ઞાની લોકો,
હું અવ્યક્ત હોવા છતાં મને સાકાર માને છે.(૨૪)
હું યોગમાયાથી આવરાયેલો છું,આથી સર્વને સ્પષ્ટપણે દેખાતો નથી.આથી મૂઢ મનુષ્યો
અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી.(૨૫)
वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन ।भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥२६॥
इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत ।सर्वभूतानि संमोहं सर्गे यान्ति परन्तप ॥२७ll
હે અર્જુન,પહેલાં થઇ ગયેલા,અત્યારે થઇ રહેલા અને હવે પછી થનારા સઘળા ભૂતોને (પ્રાણીઓને) હું જાણું છું,
પરંતુ મને કોઈ જાણતું નથી.હે પરંતપ,ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન થયેલા સુખદુઃખરૂપી મોહથી સર્વ ભૂતો
(પ્રાણીઓ) પ્રમાદી બનીને ઉત્પતિ સમયે ઘણી દ્વિઘામાં પડી જાય છે.(૨૭)
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ।ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥२८॥
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥२९॥
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥३०॥
પરંતુ સતકર્મોના પુણ્ય ભાવે જેનાં પાપો નાશ પામ્યાં છે,તે દઢ નિશ્વયી મનુષ્યો સુખદુઃખની મોહજાળથી
મુક્ત થઇને મને ભજે છે.જેઓ મારો આશ્રય કરી જરા-મૃત્યુથી મુક્ત થવાનો યત્ન કરે છે,
તેઓજ બ્રહ્મને જાણી શકે છે.યત્નથી તેઓ અધ્યાત્મ તથા સર્વ કર્મને પણ જાણે છે.(૨૯)
જે યોગી અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહીત મને જાણે છે,તે સ્વસ્થચિત્ત પુરુષો
મરણ સમયે પણ મને જ જાણે છે.(૩૦)
અધ્યાય-૩૧-ઉપાસનાકાંડ-જ્ઞાનયોગ સમાપ્ત (ગીતા-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ-સમાપ્ત)