Jul 23, 2019

ભાગવત રહસ્ય-૧૫

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું.
સનકાદિક -નારદજીને પૂછે છે—આપ ચિંતામાં કેમ છો ? તમે તો હરિદાસ છો.
શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ.
'મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે' એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં ,પ્રભુના નામમાં રહે છે.

Jul 22, 2019

ભાગવત રહસ્ય-૧૪

શું કરવું કે શું ના કરવું-એ તમારા મનને ના પૂછો –પણ શાસ્ત્રને પૂછો (ગીતા-૧૬-૨૪)
શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો. સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે.
આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું ?

Jul 21, 2019

ભાગવત રહસ્ય-૧૩

સુતજી કહે છે -આ કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે પ્રભુના ધામમાં ગયા છે. તે વખતે હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું છે. પરીક્ષિત રાજાને આ કથા સાંભળ્યા પછી મુક્તિ મળી છે.તક્ષક નાગ કરડતાં પહેલાં જ તે પ્રભુના ધામમાં ગયા છે. –આ કથા એવી મંગલમય છે.સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી –તે કથા હું તમને સંભળાવું છું.