Aug 6, 2019

ભાગવત રહસ્ય-૨૯

વૈરાગ્ય એટલે શું ? ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું મન તેમાં ન જાય તેનું નામ વૈરાગ્ય.જગતને છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે દ્રષ્ટિથી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી.

Aug 5, 2019

ભાગવત રહસ્ય-૨૮

ધન્ધુકારી માટે કથા કરી તે આષાઢ મહિનામાં કરી છે. શ્રાવણ મહિનામાં લોકોએ આગ્રહ કર્યો એટલે –ગોકર્ણ ફરીથી કથા કરવા બેઠા છે.કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી, એકવાર ભૂલ થઇ –અને તેથી અમે રહી ગયા.અતિશય સાવધાન થઈને બધાં કથા સાંભળે છે. વક્તા –શ્રોતા નું મન એક થયું છે. પ્રભુ-પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઇને પધાર્યા છે.

Aug 4, 2019

ભાગવત રહસ્ય-૨૭

ભાગવતની કથા શ્રવણ કરે –તો વાંસની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્માની કથા સાંભળ્યા પછી –ધીરે ધીરે આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે-આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે.ગાંઠ છોડવાનું કહ્યું છે(વિવેકથી)—ગાંઠ કાપવાનું નહિ.ભગવાનના નામનો જપ કરશો—તે એકલો જ સાચો છે-એમ માની ને તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે.