ગુરુ એ કહ્યું-રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે.ખાવા બેસ ત્યારે એવી ભાવના કર કે-કનૈયો જમવા બેઠો છે. સૂએ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કર-યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કર.બેટા,તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણનું સ્વરૂપ અતિ મનોહર છે.
બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે.
નારદજી-વ્યાસજીને પોતાનું આત્મ ચરિત્ર કહી સંભળાવે છે.
“હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. મારા ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે)
નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ.
નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હોઈશ.મારા પિતા નાનપણમાં મરણ પામેલા.તેથી મને મારા પિતા બહુ યાદ નથી.પણ મારી મા એક બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી-પુત્ર હતો. હું ભીલના બાળકો સાથે રમતો.મારા પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થતાં-અમે જે ગામમાં રહેતા હતા-ત્યાં ફરતા ફરતા કેટલાક ભજનાનંદી સંતો આવ્યા.