જે વસ્તુ ના દેખાય-- તેનું નામ પકડી રાખો- તો નામમાંથી સ્વ-રૂપ પ્રગટ થશે. સ્વ-રૂપ,નામને આધીન છે.ભગવાનના નામનું કિર્તન કરો-તેમના નામનો આશ્રય કરો--એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે-કે-ઝાડના પાંદડે-પાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું –નામ-કરે છે.
Jan 3, 2020
Jan 2, 2020
ભાગવત રહસ્ય-૧૪૬-સ્કંધ-૬
નરકો ના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા પૂછે છે-મહારાજ,આવા નરકોમાં ના જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મની કથા સંભળાવી. પણ આ નરકલોક નાં વર્ણન ભયજનક છે. ત્યાં જવાનો પ્રસંગ જ ન આવે તે માટે શું કરવું જોઈએ ? શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પાપ કરવાથી મનુષ્ય નરક માં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છે—પરંતુ કરેલું પાપ કબૂલ ન કરે તે મોટો ગૂનો છે.કદાચ ભૂલથી પણ પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું.
Dec 20, 2019
ભાગવત રહસ્ય-૧૪૫
જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.અને પછી ભવાટવીનું વર્ણન કર્યું.જ્ઞાન અને ભક્તિને દૃઢ કરવા વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્યનો ઉપદેશ આપવા ભવાટવીનું વર્ણન કર્યું છે.એક એક ઈન્દ્રીય આત્માનું વિવેકરૂપી ધન લુટે છે, છ ગઠિયાઓ સમજાવે છે-કે સંસાર બહુ મીઠો છે.ભવાટવીના રસ્તે તેને હંસોનું ટોળું મળે છે.(હંસોનું ટોળું એ પરમહંસોનું ટોળું છે) પણ હંસોના ટોળામાં તેને ગમતું નથી. હંસોના ટોળાને છોડી તે વાનરના ટોળા માં આવે છે. તે ટોળામાં તેને ગમે છે.વાનરો જેવું સ્વેચ્છાચારી જીવન તેને ગમે છે.
Subscribe to:
Posts (Atom)