Jan 4, 2020

ભાગવત રહસ્ય-૧૪૮

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 
નામ-જપનો મહિમા અનેરો છે.જપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે.નામ-જપ તો જનાબાઈએ કર્યા- એવા કરવા જોઈએ. કથા એવી છે-કે-જનાબાઈ છાણા થાપે અને તે કોઈ ચોરી જાય. એટલે જનાબાઈએ નામદેવ ને ફરિયાદ કરી.
નામદેવ કહે-છાણા તો સહુના સરખાં હોય.તારાં છાણા ઓળખાય કેવી રીતે ? ચોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું- મારાં છાણા ઓળખી શકાશે.
મારું છાણું કાન આગળ ધરશો-તો વિઠ્ઠલ-વિઠ્ઠલ –એવો ધ્વનિ સંભળાશે.

Jan 3, 2020

ભાગવત રહસ્ય-૧૪૭

જે વસ્તુ ના દેખાય-- તેનું નામ પકડી રાખો- તો નામમાંથી સ્વ-રૂપ પ્રગટ થશે. સ્વ-રૂપ,નામને આધીન છે.ભગવાનના નામનું કિર્તન કરો-તેમના નામનો આશ્રય કરો--એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે-કે-ઝાડના પાંદડે-પાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું –નામ-કરે છે.

Jan 2, 2020

ભાગવત રહસ્ય-૧૪૬-સ્કંધ-૬

નરકો ના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા પૂછે છે-મહારાજ,આવા નરકોમાં ના જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મની કથા સંભળાવી. પણ આ નરકલોક નાં વર્ણન ભયજનક છે. ત્યાં જવાનો પ્રસંગ જ ન આવે તે માટે શું કરવું જોઈએ ? શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પાપ કરવાથી મનુષ્ય નરક માં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છે—પરંતુ કરેલું પાપ કબૂલ ન કરે તે મોટો ગૂનો છે.કદાચ ભૂલથી પણ પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું.