પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જાગી –સ્નાન કરી પવિત્ર થઇ –તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે-તેમ લાલાજી ને જગાડવાના.(ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્ય મંગલમ કુરુ) ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.
Jan 28, 2020
Jan 27, 2020
ભાગવત રહસ્ય-૧૭૧
ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની સતત કાળજી રાખવી પડે છે-મહેમાનની સાથે બેસો તો તે ભોજન લે છે.કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ વાર કહીએ ત્યારે તે ચા લે છે.માનવને મનાવવો પડે તો લાલાજી તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.
Jan 26, 2020
ભાગવત રહસ્ય-૧૭૦
સેવા ને પૂજામાં ભેદ છે.જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. અને જ્યાં વેદ-મંત્રો પ્રધાન છે પૂજા.
બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે-ત્યારે –પ્રાણાય સ્વાહા-ઉદાનાય સ્વાહા...વગેરે કહી હસ્ત પ્રક્ષાનલમ-કહી-સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે છે. ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે-પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે.દેવને મંત્રને આધીન રહેવું પડે છે.

Subscribe to:
Posts (Atom)