પ્રહલાદ નૃસિંહસ્વામીની સ્તુતિ કરે છે-હે નાથ,તમારાં મંગલમય સદગુણોનું હું શું વર્ણન કરું? બ્રહ્માદિ દેવો પણ તમારી લીલાને જાણી શકતા નથી.હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા કંટકરૂપ હતા,તેથી આપે તેનો વધ કર્યો,તે સારું થયું.આ તમારું ભયંકર સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે.પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની બીક લાગે છે. સંસારને જયારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે.
Jan 30, 2020
Jan 29, 2020
ભાગવત રહસ્ય-૧૭૩
વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે-“હું બાળક છું,આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો?દૂધ કેમ પીતા નથી?જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી હશે.”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”
Jan 28, 2020
ભાગવત રહસ્ય-૧૭૨
પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જાગી –સ્નાન કરી પવિત્ર થઇ –તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે-તેમ લાલાજી ને જગાડવાના.(ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્ય મંગલમ કુરુ) ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.
Subscribe to:
Comments (Atom)


