Feb 8, 2020

ભાગવત રહસ્ય-૧૮૩

ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે.
(ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.) “કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.” 
“દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ 
તો તમને કેમ જાણી શકે ?  તમારું વર્ણન કેમ કરી શકે ? 

Feb 7, 2020

ભાગવત રહસ્ય-૧૮૨ -સ્કંધ-૮

સ્કંધ-૮-(આઠમો) સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી.પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની અસદવાસના.
આ આઠમાં સ્કંધ માં વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે
--સતત હરિસ્મરણ.હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ.
--પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો.
જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ. લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે.જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.

Feb 6, 2020

ભાગવત રહસ્ય-૧૮૧

ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની આજ્ઞા કરી છે.ગૃહસ્થે બાર મહિનામાં એક માસ એકાંતમાં નારાયણની સાધના કરવી.ગંગાકિનારે કે ઘરમાં લૌકિક વાતો છોડી નારાયણનું ધ્યાન કરવું જોઈએ.ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે.
માર્કંડેય પુરાણમાં એક કથા છે.રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.