Feb 17, 2020

ભાગવત રહસ્ય-૧૯૨

વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે-સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. માતા અદિતિએ લંગોટી આપી છે.ધરતીએ આસન-બ્રહ્માએ કમંડળ-સરસ્વતીએ જપ કરવા માળા-અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે.
આજથી ત્રિકાળ સંધ્યા (ત્રણ કાળે સંધ્યા) કરવાની એવો આદેશ થયો છે.

Feb 16, 2020

ભાગવત રહસ્ય-૧૯૧

કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા કરવા ગયા છે.અદિતિ ઘરમાં એકલાં છે.પરમ પવિત્ર વિજયાદ્વાદશી નો દિવસ છે.માતા અદિતિ સમક્ષ વામન-ભગવાન પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ પડ્યો. કશ્યપને ખબર પડી-દોડતા દોડતા વામન ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે.માતપિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. દર્શન કર્યા કે-ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદૃશ્ય થયું અને સાત વર્ષના બટુક વામન ભગવાન રૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે-દિવ્ય તેજ છે.

Feb 15, 2020

ભાગવત રહસ્ય-૧૯૦

શંકરાચાર્યે શતશ્લોકીમાં કહ્યું છે-કે –લોકો ચામડીની મીમાંસા કરે છે-
પણ આ દેહ જેનાથી સુંદર દેખાય છે-તે આત્માની કોઈ મીમાંસા કરતુ નથી.
જગત બગડ્યું નથી પણ જગતમાં રહેતા મનુષ્યોની આંખ-મન-બુદ્ધિ બગડ્યા છે.
દૃષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરશે. “ભાગવત- જગતને જોવાની આંખ અને દૃષ્ટિ આપે છે.”