Feb 27, 2020

ભાગવત રહસ્ય-૨૦૨

બલિરાજાને ત્યાં જવા,લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો છે.ને પાતાળલોકમાં આવ્યા છે.કોઈ તેમને ઓળખી શક્યા નહિ. લક્ષ્મીજીએ બલિરાજા ને કહ્યું-કે –હું બ્રાહ્મણ કન્યા છું.આશાથી આવી છું.જગતમાં મારે કોઈ ભાઈ નથી,અને મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બહેન નથી,આજથી તું મારો ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન.બલિને આનંદ થયો છે.બલિરાજાએ પ્રણામ કર્યા. ને કહ્યું-કે-અત્યાર સુધી મને એક દુઃખ હતું કે મારે કોઈ બહેન નથી.હવે મને બહેન મળી ગઈ.આ બધું તમારું છે.આને તમારું પિયર માનજો.

Feb 26, 2020

ભાગવત રહસ્ય-૨૦૧

બલિરાજાએ ધન આપ્યું,મન આપ્યું પણ જ્યાં સુધી –પોતાનું તન આપ્યું નથી.-
પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી –
ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.બલિરાજ ને સૂક્ષ્મ અભિમાન હતું કે –હું દાન આપું છું.મન માં થોડી ઠસક હતી કે મેં બધું આપી દીધું છે. હું મોટો દાનવીર છું.
સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ.

Feb 25, 2020

ભાગવત રહસ્ય-૨૦૦

બલિરાજા અને વામનજીનું ચરિત્ર ની કથા પાછળનું રહસ્ય એવું છે –કે-
બલિરાજા એ જીવાત્મા છે-અને વામનજી એ પરમાત્મા છે.બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય છે-એટલે કે જે શુક્રની સેવા કરે-જે સંયમી છે-જે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનું પાલન કરે છે-તેને કોઈ મારી શકતું નથી.
વામન ભગવાન પણ બલિરાજાને મારી શકતા નથી.
કંસ –વગેરેને માર્યા છે-પણ બલિરાજાને મારતા નથી.