Mar 2, 2020

ભાગવત રહસ્ય-૨૦૬

સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણ.
રામ પહેલાં આવે છે,અને તે પછી શ્રીકૃષ્ણ આવે છે. રામ -ના -આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી.ભાગવતમાં મુખ્ય કથા શ્રીકૃષ્ણની છે.પણ રામને પધરાવ્યા પછી જ શ્રીકૃષ્ણ આવે છે.રામજીની મર્યાદા(વિવેક)ને બતાવવાનો ઉદ્દેશ છે.
આ મર્યાદા (વિવેક)નું પાલન થાય તો જ કૃષ્ણલીલાનું રહસ્ય સમજમાં આવે.
પણ,મનુષ્ય ને થોડી સંપત્તિ,અધિકાર મળે એટલે તે વિવેક ભૂલે છે.

Mar 1, 2020

ભાગવત રહસ્ય-૨૦૫

વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળવામાં આવે -તો તે વાસના જ ઉપાસના બને.અને મુક્તિ મળે.(મુક્તિ મનની છે,આત્મા તો સદા મુક્ત જ છે) 
વાસના ના બે પ્રકાર છે.(૧) સ્થૂળ વાસના (૨) સૂક્ષ્મ વાસના.
(૧) સ્થૂળ વાસના –ઇન્દ્રિયોમાં (જીભ-વગેરે) માં છે.આઠમા સ્કંધમાં સંતોના 
ચરિત્રો કહ્યા છે, જેથી સ્થૂળ વાસના દૂર થાય ત્યારે નવમા સ્કંધ માં પ્રવેશ મળે.
(૨) સૂક્ષ્મ વાસના-બુદ્ધિમાં છે.
આ નવમા અધ્યાયમાં મન -બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસના દૂર કરવા માટે છે.

Feb 29, 2020

ભાગવત રહસ્ય-૨૦૪-સ્કંધ-૯

સ્કંધ-૯-આ સ્કંધની શરૂઆત કરતાં પહેલાં અત્યાર સુધીમાં આવી ગયેલા સ્કંધોના તત્વજ્ઞાનનું થોડું મનન કરીએ.(૧)-પહેલાં સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન છે.
શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે,એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું,પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો.
વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.અધિકાર વગર જ્ઞાન દીપે નહિ. અનાધિકારી જ્ઞાનનો દુરુયોગ કરે છે.