Apr 7, 2020

ભાગવત રહસ્ય -૨૩૮

શ્રુંગવેરપુરમાં ગંગાજીને રામચંદ્રજી પ્રણામ કરે છે.ગુહકરાજને ખબર પડી-કે સીતારામ પધાર્યા છે.તે ત્યાં આવ્યો છે.ગુહકે કહ્યું-કે-મારું રાજ્ય તમને અર્પણ કરું છું,રાજ્ય તમારું છે,મારે ત્યાં રહો,ગામમાં પધારો.
રામજી કહે છે-કે મારે કોઈ ગામમાં ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
ગંગાકિનારે સીસમના ઝાડ નીચે-મુકામ કર્યો છે.

Apr 6, 2020

ભાગવત રહસ્ય -૨૩૭

સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથને સમજાવે છે-કે-
પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.
કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજીએ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં.

Apr 5, 2020

ભાગવત રહસ્ય -૨૩૬

દશરથને વંદન કરી રામજી કૌશલ્યા મા ને વંદન કરવા આવ્યા છે.
કૌશલ્યાએ બધું સાંભળ્યું-પણ ધીરજ ધારણ કરીને બોલ્યાં-બેટા,ભરત રાજા બને અને તું વનમાં જાય તેમાં કોઈ વાંધો નથી, કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય-પણ મારા મનમાં કોઈ વિષમતા નથી, મને ચિંતા એક જ છે-કે-તારા વિના તારા પિતાનું શું થશે ?
ભરતનું અને અયોધ્યાનું શું થશે ?તારો વિયોગ ભરતથી સહન થશે નહિ.બેટા, હું તારી સાથે આવું,પણ પતિવ્રતાનો ધર્મ મને ના પડે છે.વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે.