Apr 11, 2020

ભાગવત રહસ્ય -૨૪૨

રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે.અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકોને ખબર પડી છે. લોકો દોડતા રામ- સીતાના દર્શન કરવા આવ્યા છે.રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,જીવન સુધરી ગયું. રામજીની નજરમાં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું મદિરાપાન અને માંસાહાર છૂટી ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

Apr 10, 2020

ભાગવત રહસ્ય -૨૪૧

વાલ્મીકિ રામજીને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,હું કુસંગથી બગડેલો,લૂંટફાટનો ધંધો કરતો.અનેક જીવોની હિંસા કરતો,પણ નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું.એક વખત સપ્તર્ષિઓ વનમાંથી જતા હતા,મારી નજર પડી અને મેં મારા સેવકોને આજ્ઞા કરી કે-પકડો તેમને અને લુંટો તેમને.
સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.

Apr 9, 2020

ભાગવત રહસ્ય -૨૪૦

કેવટ અભણ છે,પણ તે જે વાત કરે છે-તે એક ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે.રામજીને એ જોતાની સાથે ઓળખી ગયો છે,રામજીને એણે ભરપૂર પ્રેમ કર્યો છે.કેવટ રામના રાજ્યાભિષેક વખતે તેના ઉપકારનો બદલો લેવા ગયો નથી.
પરંતુ રામજીએ યાદ રાખી ગુહકના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે.અતિસંપત્તિમાં પણ રામજી –કેવટના પ્રેમને,કેવટના ઉપકારને ભૂલ્યા નથી.ગુહકને કહ્યું છે-કે-
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,તેણે મારી બહુ સેવા કરી છે.”