May 6, 2020

ભાગવત રહસ્ય -૨૬૬

બીજે દિવસે સવારે-રામજીને સ્નાન કર્યા પછી,હનુમાનજી પીતાંબર આપવા જાય છે-તો ત્યાં માતાજી ના પાડે છે-કહે છે-તે સેવા મારી છે.કોઈ બીજી સેવા વખતે લક્ષ્મણજી ના પાડે.કહે-તે સેવા મારી છે.હનુમાનજી સીતાજીને કહે છે-કે-માતાજી તમે નારાજ થયાં છો?મને સેવા કેમ કરવા દેતાં નથી? સીતાજીએ કહ્યું-કે-ગઈકાલે બધી સેવાની વહેંચણી થઇ ગઈ છે-તારા માટે કોઈ સેવા બાકી રહી નથી.

May 5, 2020

ભાગવત રહસ્ય -૨૬૫

પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિનો આજે છેલ્લો દિવસ છે.રામજી કહે છે-કે-ભરતજીને હું પરત આવું છું તેની ખબર નહિ પડે તો તે પ્રાણ ત્યાગ કરશે.હનુમાનજીને ભરતજીને ખબર આપવા સહુથી આગળ જવા માટે આજ્ઞા કરી છે.હનુમાનજી ભરત પાસે આવ્યા છે.ભરતજી રામજીની પાદુકાનું પૂજન કરી રામનામનો જાપ કરે છે.હનુમાનજી કહે છે-કે-ભરતજી,રામજી પધારે છે. 

May 4, 2020

ભાગવત રહસ્ય -૨૬૪

તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો છે.પથ્થર પર રામનામ લખવાથી પથ્થર તરે છે. રામનામથી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે? 
વિશ્વાસ રાખી રામનામનો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગરને તરે છે.કલિકાળમાં રામનામના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.