May 8, 2020

ભાગવત રહસ્ય -૨૬૮

સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી,
વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય.
અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત.અપમાનનો બદલો માનથી આપે તે સંત.
ચારિત્ર્ય એ જ સંતોનું ભૂષણ છે.શ્રેષ્ઠ પુરુષોનો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે.
કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.

May 7, 2020

ભાગવત રહસ્ય -૨૬૭

સીતાજી દોડતાં ,કૌશલ્યા પાસે ગયાં છે.કહ્યું-કે એમની આંખ ઉઘાડી,મોઢું ઉઘાડું,
હાંફતા હોય તેવું દેખાય છે,કંઈ બોલતા નથી અને સૂતા પણ નથી.
કૌશલ્યા કહે છે-કે-કોઈ રાક્ષસની નજર તો લાગી નથી ને ? વશિષ્ઠજીને બોલાવ્યા.
વશિષ્ઠજી સમજી ગયા છે,આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનો અપરાધ થયો હશે.
ભક્તનું અપમાન થાય કે ભક્ત દુઃખી થાય તો ભગવાનને નિંદ્રા આવતી નથી.

May 6, 2020

ભાગવત રહસ્ય -૨૬૬

બીજે દિવસે સવારે-રામજીને સ્નાન કર્યા પછી,હનુમાનજી પીતાંબર આપવા જાય છે-તો ત્યાં માતાજી ના પાડે છે-કહે છે-તે સેવા મારી છે.કોઈ બીજી સેવા વખતે લક્ષ્મણજી ના પાડે.કહે-તે સેવા મારી છે.હનુમાનજી સીતાજીને કહે છે-કે-માતાજી તમે નારાજ થયાં છો?મને સેવા કેમ કરવા દેતાં નથી? સીતાજીએ કહ્યું-કે-ગઈકાલે બધી સેવાની વહેંચણી થઇ ગઈ છે-તારા માટે કોઈ સેવા બાકી રહી નથી.