May 29, 2020

ભાગવત રહસ્ય -૨૮૯

શ્રાવણ માસ,કૃષ્ણપક્ષની અષ્ટમીએ,મધ્યરાત્રીએ દેવકી-વસુદેવ સમક્ષ-કમલનયન,અદભૂત બાળકરૂપે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ થયો છે,સંતતિ અને સંપત્તિનો નાશ થયા છતાં,અતિ દીન બની વસુદેવ-દેવકીએ નારાયણનું આરાધન કર્યું છે,એટલે પ્રભુએ, દેવકી-વસુદેવને નારાયણે સહુ પ્રથમ,ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યાં છે,ચાર હાથ માં શંખ,ચક્ર,ગદા અને પદ્મ છે.પ્રભુ એ કહ્યું-કે –“મારા સ્વરૂપના દર્શન કરો અને પછી અગિયાર વર્ષ ધ્યાન કરો,તે પછી હું તમારી પાસે આવીશ”

May 28, 2020

ભાગવત રહસ્ય -૨૮૮

શુકદેવજી વર્ણન કરે છે-આ બાજુ દેવકીને આઠમો ગર્ભ રહ્યો છે,કંસે સેવકોને કહ્યું છે-કે-સાવધાન રહેજો,મારો કાળ હવે આવશે.સેવકો કહે છે-અમે રાત્રે બેસતા પણ નથી,
બેસીએ તો કદાચ આંખ મળી જાય,ખડે પગે,ખુલ્લી તલવારે,ઉભા રહી અમે પહેરો ભરીએ છીએ.બાળક થશે એટલે અમે ખબર આપીશું.કંસ પણ –“આઠમો-આઠમો” કરતા તન્મય થયો છે.