શિવજી મહારાજ સાધુના સ્વરૂપે લાલાજીના દર્શન કરવા યશોદાના આંગણામાં પધાર્યા છે.લોકો એમને જોઈને કહે છે-કે આ સાધારણ સાધુ લાગતો નથી,આ તો શિવજી જેવો લાગે છે.શિવજી સાધુનો વેશ લઇ સ્વ-રૂપ છુપાવે પણ શિવજીનું તેજ જાય ક્યાં ? યશોદાજી નો નિયમ હતો કે રોજ સાધુ-બ્રાહ્મણને જમાડી (ભિક્ષા આપીને) ને જમવું.દાસી મારફતે થાળીમાં ભિક્ષા (ભોજન)-શિવજીને મોકલાવી છે. દાસી શિવજી પાસે આવીને કહે છે-કે-યશોદાજીએ આ ભિક્ષા મોકલવી છે,આપ સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો.
Jun 9, 2020
Jun 8, 2020
ભાગવત રહસ્ય -૨૯૯
ઉકરડામાં અત્તરની સુવાસ આવી શકે જ નહિ.આખો દિવસ સંસારની પ્રવૃત્તિમાં ફસાયેલો રહે તેને આનંદ મળતો નથી.રોજ થોડો સમય થોડી નિવૃત્તિ પણ લેવી જોઈએ.નિવૃત્તિનો આનંદ લેવો હોય તો –છેવટે મનથી પણ થોડો સમય પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.શરીરમાં શક્તિ હોય –ત્યારે વિવેકથી પ્રવૃત્તિ ઓછી કરવી જોઈએ,અથવા પ્રવૃત્તિ છોડવી જોઈએ.અતિ પ્રવૃત્તિ અને ભક્તિને વિરોધ છે.
Jun 7, 2020
ભાગવત રહસ્ય -૨૯૮
શ્રાવણ વદ-૯ –જન્માષ્ટમીના દિવસે નંદમહોત્સવ થયો.નંદ મહોત્સવ માં શિવજી મહારાજ આવ્યા નહિ,તે સમાધિમાં છે,તેથી કૃષ્ણ-જન્મની ખબર પડી નહિ.
સમાધિમાંથી જાગ્યા પછી ખબર પડી કે –પરમાત્માનો અવતાર થયો છે.શિવજીને થયું કે-હું ગોકુલમાં દર્શન કરવા જઈશ.એટલે શ્રાવણ વદ-૧૨ ના દિવસે,જોગીલીલા થઇ છે,
શ્રીકૃષ્ણના દર્શન કરવા –શિવજી ગોકુલમાં પધાર્યા છે.ભાગવતમાં આ લીલાનું વર્ણન નથી,પણ અન્ય ગ્રંથોમાં આ લીલાનો વિસ્તાર કર્યો છે.સુરદાસજીએ પણ તેનું વર્ણન કર્યું છે.યોગીશ્વર શિવજી –યોગેશ્વર શ્રીકૃષ્ણના દર્શન કરવા આવ્યા છે.

Subscribe to:
Comments (Atom)