Jun 16, 2020

ભાગવત રહસ્ય -૩૦૬

જેના હૈયામાં ઝેર છે (મન મેલું છે) અને શરીર (તન) સુંદર છે-તે પૂતના.
પૂતના બહારથી સુંદર લાગે છે-પણ અંદરથી મેલી છે.
પૂતના નું રૂપ-શણગાર જોઈ સર્વ લોકો ભાન ભૂલ્યા છે, તેને કોઈ અટકાવતું નથી.
સૌન્દર્ય મોહ થયા પછી વિવેક વહી જાય છે.શંકરાચાર્ય-“શત-શ્લોકીમાં કહે છે-કે-
“લોકો ચામડીની મીમાંસા કરે છે-પણ કોઈ આત્માની મીમાંસા કરતુ નથી.” 
બહારની આંખોને ચર્મચક્ષુ કહે છે અને અંદરની આંખ ને જ્ઞાનચક્ષુ કહે છે.જ્ઞાનચક્ષુ ખુલે અને તે વડે જોવાય તો- વિવેકની જાગૃતિ થાય છે.પછી સૌન્દર્ય મોહ થતો નથી.

Jun 15, 2020

ભાગવત રહસ્ય -૩૦૫

પૂતના રાક્ષસી છે.પણ સ્વરૂપને બદલી ને આવી છે.સુંદર દાગીના પહેર્યા છે ને હાથમાં કમળ છે.તેમ વાસના બહારથી રળિયામણી લાગે છે,પણ અંદરથી તો તે રાક્ષસી છે.
પૂતના ત્રણ વર્ષના બાળકને મારે છે,ચાર કે ચારથી વધુ ઉમરના બાળકોને મારતી નથી. કેમ ??તો-તેની પાછળના જુદા જુદા તર્કો બતાવ્યા છે.

Jun 13, 2020

ભાગવત રહસ્ય -૩૦૪

કંસને જયારે યોગમાયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે-તારો કાળ જન્મી ચુક્યો છે.તેથી કંસ ગભરાયો.કંસના પોતાના માણસોએ તેને કહ્યું કે-જન્મ થયો એટલે હજુ એ બાળક જ હશે.આપ આજ્ઞા કરો તો ગોકુળનાં તૂરતનાં જન્મેલાંથી ત્રણ વર્ષ સુધીનાં-તમામ બાળકોને મારી નાખીએ.“તો ના રહે બાંસ ના રહે બાંસુરી “ અને કંસે મંજૂરી આપી.
અને આમ નક્કી થયા મુજબ –ત્રણ વર્ષ સુધીનાં તમામ બાળકોને મારી નાખવા -પૂતના (રાક્ષસી) ને ગોકુળ તરફ રવાના કરવામાં આવી.