શ્રી કૃષ્ણના “કાલ્પનિક સ્વ-રૂપ” નું મનથી ચિંતન કરતાં કરતાં પ્રાણત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે,ત્યારે સાક્ષાત પરમાત્માનાં દર્શન કરનારને અને હૃદય પર ધારણ કરનારને (પૂતનાને) સદગતિ મળે તેમાં શું આશ્ચર્ય ? શ્રીકૃષ્ણ દયાળુ છે,પ્રભુના મારમાં પણ પ્યાર છે.જેને મારે છે-તેને તારે પણ છે.ઝેર આપનારને પણ માતાને આપવા યોગ્ય સદગતિ આપી છે.તો પ્રેમથી લાલાની કરે પૂજા કરે તેને લાલો શું ના આપે ?
Jun 20, 2020
Jun 19, 2020
Jun 18, 2020
ભાગવત રહસ્ય -૩૦૮
સનાતન ગોસ્વામી ટાટની લંગોટી પહેરીને ફરતા.અગાઉ તે રાજાના દીવાન હતા,પણ કૃષ્ણપ્રેમમાં એવા પાગલ થયા-કે દુનિયાની દોલત તેમને તુચ્છ લાગે છે.
સનાતન ગોસ્વામીના જીવનમાં એક પ્રસંગ આવે છે.એક બ્રાહ્મણ બહુ ગરીબ હતો,
દરિદ્રતાનું દુઃખ દૂર કરવા તે પ્રભુને પ્રાર્થના કરે છે.તેને સ્વપ્ન માં આદેશ થયો કે-તું સનાતન ગોસ્વામી પાસે જા,તેઓ તને રત્ન આપશે.બ્રાહ્મણ સનાતન ગોસ્વામી પાસે આવ્યો અને રત્નની વાત કહી.ત્યારે સનાતન સ્વામીએ કહ્યું-કે-જા પેલી નદીની જગ્યાએ આ સ્થળે રત્ન દાટેલું છે,ત્યાંથી કાઢી લે.

Subscribe to:
Posts (Atom)