શકટા-સુર ચરિત્રનું રહસ્ય એવું છે-કે-મનુષ્યનું જીવન-એ –ગાડું છે,અને જો આ જીવન-ગાડાની નીચે પરમાત્માને રાખવામાં આવે તો-પરમાત્મા તે જીવન-ગાડાને ઠોકર મારશે, અને જીવન-ગાડું ઉંધુ પડી જશે.સામાન્ય રીતે જે વસ્તુ પ્રધાન (મુખ્ય) હોય તેને ઉપર રાખવામાં આવે છે અને ગૌણ વસ્તુને નીચે રાખવામાં આવે છે. પરમાત્મા એ મુખ્ય છે અને વિષયો તે ગૌણ છે,પણ જેના જીવનમાં વિષયો મુખ્ય હોય અને પરમાત્મા ગૌણ હોય તેનું ગાડું ઉંધુ પડે તો તેમાં શું આશ્ચર્ય ? જેના જીવનમાં પરમાત્મા ગૌણ થઇ જાય છે તેના જીવનમાં પૈસો મુખ્ય થઇ જાય છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 24, 2020
Jun 23, 2020
ભાગવત રહસ્ય -૩૧૩
યશોદાજી વિચારે છે-કે- આખું ગામ મારે ત્યાં આવવાનું છે,ઘરમાં ભીડ અને અવાજ થશે,તો સૂઈ ગયેલો લાલો જાગી જશે એટલે લાલાનું પારણું ઘર બહાર ઝાડ નીચે,ગાડા ની તળે બાંધ્યું છે.યશોદાજી એક એક ગોપીનું સન્માન કરે છે,કોઈ તેના બાળકને લીધા વગર આવી હોય તો ઠપકો આપી બાળકને લેવા મોકલે છે.ગોપી ઘેર જઈ બાળકને લઈને આવે –એટલે યશોદાજી બાળક ના કપાળમાં તિલક કરે છે ને હીરા-મોતીની કંઠી પહેરાવે છે,બાળકને સુંદર કંઠી આપે એટલે મા ને આનંદ થાય છે.
Jun 22, 2020
ભાગવત રહસ્ય -૩૧૨
ગરીબની પૂજા કરવી અને મદદ કરવી –એ બેમાં અંતર છે.મદદ કરવાથી “હું” વધી જાય તો તે દાન કશા કામનું નથી.દાન આપ્યા પછી,જો અભિમાન મરે,દીનતા આવે તો દાન સફળ થાય છે.ગરીબમાં રહેલા ઇશ્વરની પૂજા કરવાની છે.પૂજા ના થાય તો
છેવટે મનથી પૂજા કરી બે હાથ જોડવાના છે,અને દાન લીધા માટે આભાર માનવાનો છે.ગરીબ ને દાન આપશો તો તે આભાર માનશે,પણ તેની મનથી પૂજા કરો અને તેનો આભાર માનો તો-તે આશીર્વાદ આપે છે.પરમાત્માની પૂજા ખાલી મંદિરમાં જ થાય તેવું નથી.બીજી અનેક રીતે થાય છે.
છેવટે મનથી પૂજા કરી બે હાથ જોડવાના છે,અને દાન લીધા માટે આભાર માનવાનો છે.ગરીબ ને દાન આપશો તો તે આભાર માનશે,પણ તેની મનથી પૂજા કરો અને તેનો આભાર માનો તો-તે આશીર્વાદ આપે છે.પરમાત્માની પૂજા ખાલી મંદિરમાં જ થાય તેવું નથી.બીજી અનેક રીતે થાય છે.
Subscribe to:
Comments (Atom)


