Jun 25, 2020

ભાગવત રહસ્ય -૩૧૫

એક દિવસ યશોદાજી- લાલાને ખોળામાં બેસાડી ને રમાડતાં હતા.ત્યારે તૃણાવર્ત દૈત્ય ને મારવા કૃષ્ણ ભારે બન્યા. યશોદાજીને વજન લાગવા માંડ્યું એટલે –
કૃષ્ણને ત્યાં મૂકીને ઘરકામ માં લાગ્યા.તે વખતે તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઇને આવ્યો અને શ્રીકૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો.શ્રીકૃષ્ણ ત્યારે વધુને વધુ ભારે બન્યા અને-તેને પછાડ્યો.એટલે તેના પ્રાણ ઉડી ગયા.તૃણાવર્ત એ રજોગુણનું સ્વરૂપ છે, રજોગુણ મનને ચંચળ બનાવે છે.

Jun 24, 2020

ભાગવત રહસ્ય -૩૧૪

શકટા-સુર ચરિત્રનું રહસ્ય એવું છે-કે-મનુષ્યનું જીવન-એ –ગાડું છે,અને જો આ જીવન-ગાડાની નીચે પરમાત્માને રાખવામાં આવે તો-પરમાત્મા તે જીવન-ગાડાને ઠોકર મારશે, અને જીવન-ગાડું ઉંધુ પડી જશે.સામાન્ય રીતે જે વસ્તુ પ્રધાન (મુખ્ય) હોય તેને ઉપર રાખવામાં આવે છે અને ગૌણ વસ્તુને નીચે રાખવામાં આવે છે. પરમાત્મા એ મુખ્ય છે અને વિષયો તે ગૌણ છે,પણ જેના જીવનમાં વિષયો મુખ્ય હોય અને પરમાત્મા ગૌણ હોય તેનું ગાડું ઉંધુ પડે તો તેમાં શું આશ્ચર્ય ? જેના જીવનમાં પરમાત્મા ગૌણ થઇ જાય છે તેના જીવનમાં પૈસો મુખ્ય થઇ જાય છે.

Jun 23, 2020

ભાગવત રહસ્ય -૩૧૩

યશોદાજી વિચારે છે-કે- આખું ગામ મારે ત્યાં આવવાનું છે,ઘરમાં ભીડ અને અવાજ થશે,તો સૂઈ ગયેલો લાલો જાગી જશે એટલે લાલાનું પારણું ઘર બહાર ઝાડ નીચે,ગાડા ની તળે બાંધ્યું છે.યશોદાજી એક એક ગોપીનું સન્માન કરે છે,કોઈ તેના બાળકને લીધા વગર આવી હોય તો ઠપકો આપી બાળકને લેવા મોકલે છે.ગોપી ઘેર જઈ બાળકને લઈને આવે –એટલે યશોદાજી બાળક ના કપાળમાં તિલક કરે છે ને હીરા-મોતીની કંઠી પહેરાવે છે,બાળકને સુંદર કંઠી આપે એટલે મા ને આનંદ થાય છે.