Jul 26, 2020

ભાગવત રહસ્ય -૩૪૩

પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી.તેને વિસ્તારપૂર્વક સંભળાવો.શુકદેવજી કહે છે-કે રાજન,શ્રવણ કરો.
ગોપીઓએ કનૈયા નું નામ રાખ્યું છે માખણચોર.યશોદાજી ને લાલાને કોઈ માખણચોર ના નામથી બોલાવે તે ગમતું નથી.એટલે તે લાલાને સમજાવે છે.કે તું ઘરનું માખણ કેમ ખાતો નથી ? કનૈયો કહે છે-કે-હું ઘરનું ખાઉં તો ખૂટી જાય,હું તો બહાર કમાઈને ખાઈશ.ગોપીઓનું માખણ મીઠ્ઠું છે.ગોપીના માખણમાં મીઠાશ નથી પણ ગોપીના પ્રેમ માં મીઠાશ છે.

Jul 25, 2020

ભાગવત રહસ્ય -૩૪૨

હવે શ્રીકૃષ્ણની દામોદર લીલાનું વર્ણન આવે છે. પહેલાં દામોદર લીલાનું તત્વજ્ઞાન જોઈએ.પરમ-પ્રેમથી પરમાત્મા બંધાય છે,યશોદાજીએ લાલાને બાંધ્યો હતો.
શ્રીકૃષ્ણ પરમાત્મા પરમ-પ્રેમનું સ્વરૂપ છે.પ્રેમ અને પરમ-પ્રેમમાં તફાવત છે.પુત્ર,પત્ની વગેરે સાથેનો સ્નેહ તે પ્રેમ.થોડો સ્વાર્થ રાખીને પ્રેમ કરે તેને પ્રેમ કહે છે.પણ સર્વ જીવો સાથે નિસ્વાર્થ પ્રેમને પરમ-પ્રેમ કહે છે.માનવ સ્વાર્થ રાખીને પ્રેમ કરે છે,પરમાત્માને કોઈ અપેક્ષા નથી,તેમ છતાં જીવ સાથે પ્રેમ કરે છે.

Jul 24, 2020

ભાગવત રહસ્ય -૩૪૧

ગોકુલની કૃષ્ણલીલાનું તાત્પર્ય એ છે કે-શ્રીકૃષ્ણને ગોપીઓને મર્યા પછી નહિ પણ જીવતા જ મુક્તિ આપવી છે.એટલે તે ગોકુલ લીલા કરે છે.
મનુષ્ય ભક્તિમય જીવન ગાળે,કૃષ્ણ લીલાનું ચિંતન કરે તો-તેને જીવતાં જ મુક્તિનો આનંદ મળે છે.ગોપીઓ ભલે ઘરમાં રહે પણ તેમનું મન કૃષ્ણમાં રહે છે.કોઈ પણ ધ્યાન ધારણા વગર,ગોપીઓના મનનો નિરોધ થઇ તે મન શ્રીકૃષ્ણમય થયું છે.એટલે ગોપીઓ ભક્તિમાર્ગ ની આચાર્યાઓ છે.