Aug 12, 2020

ભાગવત રહસ્ય -૩૫૮

શુકદેવજી વર્ણન કરે છે-અનેક વાર ગોપીઓ યશોદાજીને ઘેર આવી તેમને કહે છે કે-
મા,મારે ઘેર લાલાને મોકલોને. ગોપીઓ લાલાને પૂછે છે કે-લાલા મારે ઘેર આવીશ ?
કનૈયો પૂછે છે કે-હું તારે ઘેર આવું તો તું મને શું આપીશ ? ગોપી કહે છે કે-માખણ.
કનૈયો પૂછે છે કે –કેટલું માખણ આપીશ ? ગોપી સામે પૂછે છે કે-લાલા, તને કેટલું માખણ જોઈએ ?ત્યારે લાલો બે હાથ પહોળા કરી ને કહે છે કે-આટલું,બધું.
ગોપી પૂછે છે –લાલા,આટલું માખણ શું તું ખાઈ શકીશ ?

Aug 11, 2020

ભાગવત રહસ્ય -૩૫૭

ધરાદેવી પાસેના ગામમાં એક વણિકની દુકાને આવ્યાં.અને બધી સીધુંસામગ્રી બંધાવી.તેઓ ભોળાં હતાં,તેમને ખબર નહિ કે આના પૈસા આપવા પડે.વણિકે પૈસા માગ્યા.ધરાદેવી કહે-કે મારી પાસે પૈસા તો નથી.ધરાદેવી સ્વરૂપવાન હતાં.વણિક તેમના રૂપમાં મોહાયો.તેણે ધરાદેવી ને કહ્યું કે-તો તમારી પાસે જે છે તે આપો.ધરાદેવી કંઈ સમજ્યા નહિ.એટલે વણિકે તેમના સ્તન તરફ હાથ બતાવ્યો. ધરાદેવી સમજ્યાં કે આ મારા સ્તન માગે છે.તેથી તેમણે પોતાના બંને સ્તનો કાપીને વણિકને આપી દીધા અને સીધુંસામગ્રી લઈને ઘેર આવ્યા.

Aug 10, 2020

ભાગવત રહસ્ય -૩૫૬

શ્રીકૃષ્ણ માટે એકાંતમાં જે રડે છે,તેને શ્રીકૃષ્ણ આવીને મળે છે. હસનારને કનૈયો મળતો નથી.પ્રભુનો આ સ્વભાવ છે,કે જે જીવ તેમને માટે રડે છે તેમને માટે તે દોડતા આવે છે.યશોદાજી રડે છે,લાલાએ આ જોયું અને તેમનાથી આ સહન ના થયું,એટલે દોડતા ગયા છે.લાલાજી મા ની ગોદ માં બેઠા છે અને પીતાંબરથી મા ના આંસુ લૂછે છે. મા એ પણ પ્યાર કર્યો છે.