Aug 15, 2020

ભાગવત રહસ્ય -૩૬૧

જમુનાજીને કિનારે શ્રીકૃષ્ણ ગાયો ચરાવે છે અને ઉપનંદકાકા સુંદર વાંસળી વગાડે છે.લાલાએ તે વખતે ઉપનંદકાકાને કહ્યું-કે-કાકા મને તમારી વાંસળી આપો,મારે તમારા જેવી વાંસળી વગાડવી છે.ત્યારે ઉપનંદકાકા કહે છે-કે-બેટા મારા જેવી વાંસળી વગાડતાં તને આવડે નહિ,હું ચાલીસ વર્ષથી વાંસળી વગાડું છું.ચાલીસ વર્ષથી મહેનત કરું છું –ત્યારે આવી વાંસળી વગાડી શકું છું.મારી પાસે આ એક જ વાંસળી છે,પણ હું તને જંગલમાંથી વાંસ કાપીને નવી વાંસળી બનાવી આપીશ.

Aug 14, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-1

ભાગવત રહસ્ય -૩૬૦

કરેલાં સત્કર્મોનું પુણ્ય એ “ફળ” છે. જે મનુષ્ય પોતાના આ સત્કર્મોનું પુણ્ય-ફળ ભગવાનને અર્પણ કરે છે,તેની બુદ્ધિ-રૂપી ટોપલી, ભગવાન બ્રહ્મવિદ્યા-રૂપી દિવ્ય રત્નોથી ભરી દે છે.માલણ એ જીવ છે.જીવ પાસે પરમાત્મા સત્કર્મનું ફળ (પુણ્ય) માગે છે.અને જીવ જો તે ફળ અર્પણ કરે તો પરમાત્મા અનેક ગણું કરીને પાછું આપે છે.
ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે કે-હે અર્જુન,તું જે કાંઇ કર્મ કરે,જે કાંઇ ખાય,જે કાંઇ હવન કરે,જે કાંઇ દાન કરે,જે કાંઇ તપ કરે તે-સઘળું મને અર્પણ કર.તો તું મને પ્રાપ્ત કરી શકીશ. (ગીતા-૯-૨૭)