રાધાજી શ્રીકૃષ્ણને કહે છે કે-આ પોપટ (શુકદેવજી)
મને બહુ ગમે છે,અને પોપટ શ્રીકૃષ્ણના હાથમાં આપ્યો છે.આ રીતે રાધાજી શુકદેવજીના ગુરૂ છે,કે જેમણે
પરમાત્મા સાથે શુકદેવજીનો સંબંધ ગોઠવી આપ્યો.પરમાત્મા સાથે જે સંબંધ જોડી આપે તે મહાપ્રભુ-તેનું
નામ પ્રગટરૂપે લેવાય નહિ.-તેથી ભાગવતમાં રાધાજી નું નામ પ્રગટ-રૂપે
શુકદેવજી એ લીધું નથી.રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઈ
પણ ગોપીનું પણ પ્રગટ નામ મળતું નથી.
કાશ્ચિત,અન્યા,અપરા-શબ્દો ગોપી માટે વાપર્યા છે.પણ
કોઈ પ્રગટ નામ નથી.

