ભગવાન
શ્રીકૃષ્ણ ગોપીઓને ઘેર જવાની આજ્ઞા કરે છે.તેથી ગોપીઓને ઘણું દુઃખ થયું છે.ગોપીઓ
વિચારે છે કે-આજે ભગવાન અમારો તિરસ્કાર કેમ કરે છે?
શ્રીકૃષ્ણ
આજે નિષ્ઠુર થયા છે અને ગોપીઓને “દેહધર્મ” નો ઉપદેશ કર્યો છે.
પણ
હવે ગોપીઓ “આત્મધર્મ” થી ભગવાનને જવાબ આપે છે કે-પતિ એ તો દેહનો પતિ છે,
આ
શરીરનો કોઈ પતિ હશે-પિતા હશે પણ આત્માનો કોઈ પતિ કે પિતા નથી.


